Home ગુજરાત પેટલાદના બાંધણી ગામની સીમમાં પુરપાટ ઝડપે જતાં બે બાઇક સામસામે અથડાતાં એક...

પેટલાદના બાંધણી ગામની સીમમાં પુરપાટ ઝડપે જતાં બે બાઇક સામસામે અથડાતાં એક યુવકનું મોત

45
0

પેટલાદના બાંધણી ગામની સીમમાં પુરપાટ ઝડપે જતાં બે બાઇક સામસામે અથડાતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના દેવકુવા ભાગોળમાં રહેતા આશીફુદ્દીન નજીરૂદ્દીન શેખ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. તેમનો નાનો ભાઇ ઇમરાન 6 ડિસેમ્બરના રોજ બાઇક લઇને પેટલાદથી રાવલી ગામમાં લગ્નમં જવા નિકળ્યો હતો.

આ સમયે તેને બાંધણી એસઆર પેટ્રોલ પમ્પ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આશીફુદ્દીન ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જોયું તો બે બાઇક રોડ પર પડી હતી. આ અંગે આસપાસમાં પુછતા જાણવા મળ્યું હતું કે, બાઇક નં.(જીજે 23 ડીઈ 9001)એ પાછળથી ઇમરાનના બાઇકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો.

જેમાં ઇમરાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક નં.(જીજે 23 ડીઈ 9001) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમાકુ મુક્તના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરમાં 26 કિલોમીટરની સાયકલ મેરેથોન યોજાશે,
Next articleભાવનગરમાં ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળીય ઘટનાને નિહાળી