ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર મતગણતરી યોજાઈ હતી. જેમાં પંચમહાલની તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કાલોલમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક લાખ 21 હજાર મતની લીડથી વિજેતા થયા છે. ગુજરાત વિધાનસભાના આજરોજ જાહેર થયેલા પરિણામોમાં એક લાખથી વધુ મતોથી વિજેતા થયેલા ઉમેદવારોના લીસ્ટમાં ફતેસિંહ ચૌહાણનો સમાવેશ થયો છે. તેમજ હાલોલ બેઠકમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે તેમજ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ગુલ થઈ છે.
કાલોલ બેઠકમાં જાહેર થયેલા પરિણામોમાં રાજગઢના ભાજપના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ 10 વર્ષનો રાજકીય સન્યાસ ભોગવ્યા બાદ એક લાખ 21 હજાર મતથી વિજય થયા છે. ફતેસિંહ ચૌહાણનો આ ઐતિહાસિક વિજય પંચમહાલ જિલ્લામાં તો પ્રથમ છે પરંતુ ગુજરાત વિધાનસભાના આજરોજ જાહેર થયેલા પરિણામોમાં એક લાખથી વધુ મતોથી વિજેતા થયેલા ઉમેદવારોની યાદીમાં પણ સમાવેશ થયો છે. કાલોલ બેઠકના ભાજપના ફતેસિંહ ચૌહાણ ભાજપના વિજયમાં પોલિટિકલ હીરો બની ગયા હોવાનું ચોક્કસપણે કહી શકાય એમ છે.
હાલોલ બેઠકના જાહેર થયેલા પરિણામોમાં હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની સતત પાંચમી વખત જીત થઈ છે. તેઓ 44 હજારથી વધુની લીડથી વિજેતા બન્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારિયાની ડિપોઝિટ પણ ગુલ થઈ છે. ભાજપના ધારાસભ્ય જ્યુદાદા સામે ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર રામચંદ્ર બારીયા નો પણ કારમો પરાજય થયો હતો. ગોધરા વિધાનસભા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર સી. કે. રાઉલજીનો વિજય થયો હતો. તેઓએ પોતાના સમર્થકો સાથે જીતની ઉજવણી કરી હતી.
ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવાર જેઠા ભરવાડની જીત થઈ હતી. જય ખોડીયારના જય ઘોષ સાથે તેઓએ ઉજવણી કરી હતી. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. મોરવા હડફ બેઠકના ઉમેદવાર નિમિષાબેન સુથાર આમ તો પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે પણ તેઓએ પેટા ચૂંટણી કરતા પણ વધુ મતોથી વિજેતા થયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં શહેરા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી અને તેનું પરિણામ પણ રહેશે. અહીં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી અને આ વખતે ક્ષત્રિય ઉમેદવાર ખાતુભાઈ પગી એ કોંગ્રેસમાં ઝંપલાવ્યું હતું.
શહેરા વિસ્તારનો બારિયા ક્ષત્રિય સમાજ હંમેશાં ભાજપતરફી મતદાન કરતો આવ્યો હતો, પણ આ વખતે સમીકરણ બદલાયાં હતા. ભાજપે ફરી સીટીંગ એમએલએ જેઠા ભરવાડને ટિકિટ આપતા આદિવાસી સમાજ નારાજ હતો. જોકે અહીં આપના ઉમેદવાર તખતસિંહ સોલંકીનો કોઈ ખાસ પ્રભાવ નહોતો. અહીં ખેલાયેલા ત્રિપાંખિયા જંગનું પરિણામ પણ રસપ્રદ બની રહેશે. શહેરા બેઠક પર કુલ 4 ઉમેદવારો મેદાનમાં હતા. જેઓના ભાવિનો ફેંસલો આજે થશે. મોરવાહડફ સીટ પર એક પરંપરા રહી છે કે અહીં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ જીતતા આવ્યા છે અને પેટાચૂંટણીમાં ભાજપ જીતતો આવ્યો છે.
આ બેઠક પર ભાજપમાંથી મંત્રી નિમિષાબેન સુથાર અને કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય સવિતાબેન ખાંટનાં પુત્રવધૂ સ્નેહલતાબહેન ખાંટ મેદાનમાં હતા. આમ જોવા જઈએ તો નિમિષાબેન સુથાર જ્યારે ચૂંટણી લડ્યાં ત્યારે જીત્યાં છે. હવે જોવાનું રહે છે કે પેટાચૂંટણીમાં જીતતાં નિમિષાબેન સુથાર સામાન્ય ચૂંટણીમાં જીતી શકે છે કે નહીં. બીજી વાત ખાંટ પરિવાર અને નિમિષાબેન સુથારનો પહેલી વખત સીધો મુકાલબો થયો હતો. નિમિષાબેન સુથાર તેમના જાતિના પ્રમાણપત્રને લીધે ચર્ચામાં રહ્યાં હતાં. જોકે અહીં ભાજપનું સંગઠન મજબૂત રહ્યું હતું. જ્યારે આપના ઉમેદવાર ભનાભાઈ ડામોરની અહીં કોઈ અસર નથી.
અહીં કુલ 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો ફેંસલો આજે થશે. ગોધરા વિધાનસભા બેઠક ઉપર હર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળે છે. પરંતુ આ વખતે એઆઈએમઆઈએમના ઉમેદવાર મુક્તહસન કાચબા ચર્ચામાં રહ્યાં હતા. પંચમહાલ જ નહીં, ગુજરાતમાં સૌથી વધુ કાંટાની ટક્કર હોય તો એ છે ગોધરા સીટ પર છે. સીટિંગ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સીકે રાઉલજી અને કોંગ્રેસનાં રશ્મિકા ચૌહાણ વચ્ચે જંગ હતો. ભાજપે સીકે રાઉલજીને ટિકિટ આપતાં વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોમાં થોડોક આંતરિક વિરોધ પણ હતો.આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલને મેદાને ઉતાર્યા હતા.
ગોધરા બેઠક પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેઓના ભાવિનો ફેંસલો આજે થશે. કાલોલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ બેઠક પર પીઢ રાજકારણી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મેદાનમાં હતા, પણ પલડું કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણનું ભારે હતુ. ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં એક સમયના ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યકક્ષા મંત્રીથી લઈને સાંસદ સુધી રહેલા પ્રભાસિંહ ચૌહાણ આ વખતે કાલોલ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી લડી હતી. બીજી તરફ, આમ આદમી પાર્ટીમાંથી દિનેશ બારિયા મેદાનમાં હતા.
અહીં કુલ 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો આજે ફેંસલો થશે. હાલોલ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા જયદ્રથસિંહ પરમાર પાંચમી ટર્મ માટે મેદાનમાં ઊભા છે. કોંગ્રેસે પહેલાં રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી હતી, જોકે તેમણે નારાજ થઈને કોંગ્રેસનું મેન્ડેટ ફાડી નાખ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારીયાને કોઈ ઓળખતું જ નથી. જ્યારે ભાજપમાં આંતરિક ખટરાગના કારણે રામચંદ્ર બારિયાએ અપક્ષમાં ઝપલાવ્યું હતું. ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. અહીં કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેઓના ભાવિનો આજે ફેંસલો થશે.
પંચમહાલ જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસની જગ્યાએ અપક્ષને એક બેઠક મળી હતી. જ્યારે ભાજપના ફાળે 4 બેઠક ગઈ હતી. શહેરા, ગોધરા, કાલોલ અને હાલોલમાં ભાજપની જ્યારે મોરવા હડફ (એસટી) અપક્ષના ફાળે ગઈ હતી. જો કે, મોરવા હડફ (એસટી) અપક્ષના ધારાસભ્યએ ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના નિમિષાબેન સુથારનો વિજય થયો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.