Home ગુજરાત ટ્રકના પાછળના ભાગે રીક્ષા અથડાઈ, 2 લોકોને ઇજા, 108 મદદથી સારવાર અર્થે...

ટ્રકના પાછળના ભાગે રીક્ષા અથડાઈ, 2 લોકોને ઇજા, 108 મદદથી સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

33
0

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા પાટિયા નજીક સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની સામે અચાનક બાઇકસવાર આવી જતા ટ્રકનાં ચાલકે બ્રેક મારતા પાછળ ચાલી રહેલ રીક્ષા ટ્રકમાં અથડાઈ હતી. જે અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મહિલાઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલીથી સુરત નેશનલ હાઇવે પર ટ્રક નંબર જીજે-16-એવી-8145 પસાર થઈ રહી હતી.

તે દરમિયાન પલસાણા તાલુકાના જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક એક બાઇકસવાર આવી ગયો હતો. ત્યારે ટ્રકના ચાલક ભુપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી હતી. જેમાં ટ્રકની પાછળ ચાલતી રીક્ષાનો ચાલક બ્રેક મારે તે પહેલાં તો રીક્ષા ધડાકાભેર અથડાઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષાનાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે રીક્ષામાં સવાર મહિલા સુધાબેન અને મંજુબેનને ઈજાઓ થતા 108ની મદદથી ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રભુ સોલંકી વડોદરામાં જાહેરમાં ફરતો હોવાની જાણકારી મળતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી
Next articleનવાગામના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા કચરામાં લાગી આગ, આખા વિસ્તારમાં અંધારપટ છવાયો