Home દેશ - NATIONAL J&K: હિમસ્ખલનમાં લાપત્તા થયેલા ત્રણેય જવાનોના મૃતદેહો મળી આવ્યાં

J&K: હિમસ્ખલનમાં લાપત્તા થયેલા ત્રણેય જવાનોના મૃતદેહો મળી આવ્યાં

305
0

(જી.એન.એસ), તા.૭
જમ્મુ અને કાશ્મીરમાં આવેલા બરફના તોફાનમાં લાપત્તા થયેલા બટાલિક સેક્ટરના ત્રણ જવાનોના મૃતદેહો મળી આવ્યાં છે. અગાઉ બે જવાનોના મૃતદેહો મળ્યા હતા અને ત્રીજાની શોધખોળ ચાલુ હતી. તેમને શોધવામાં હિમસ્ખલન સ્પેશિયાલિસ્ટની અનેક ટીમો લાગી હતી.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના લદ્દાખના બટાલિક સેક્ટરમાં હિમસ્ખલનની ચપેટમાં આવીને ચોકીના પાંચ જવાનો ફસાયા હતાં. ચોકી સંપૂર્ણ રીતે બરફ નીચે દટાઈ ગઈ હતી. 5 જવાનોમાંથી 2 જવાનોને તો ત્યારે જ બચાવી લેવાયા હતાં પરંતુ બાકીના ત્રણ લાપત્તા થઈ ગયા હતાં.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના મેદાની વિસ્તારોમાં સતત વરસાદના અને બરફવર્ષાના કારણે એકવાર ફરીથી પૂરના હાલાત છે. આ દરમિયાન તોફાનની આશંકાના પગલે પોલીસે ઘાટીના તમામ જિલ્લાઓમાં 24 કલાક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. ખરાબ હવામાનને ધ્યાનમાં લઈને પોલીસ હાઈએલર્ટ પર છે.
ગત ત્રણ દિવસોમાં અહીં સતત બરફવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. જેના કરાણે પ્રશાસને ગુરુવારે ઘાટીની તમામ શાળાઓને સોમવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUP: સરકારી સ્કીમથી હટશે સમાજવાદી શબ્દ, 24 કલાક વીજળીનો ઓર્ડર
Next articleદેશમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થશે?