પાટણની ઐતિહાસિક ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારીનાં સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત લાયબ્રેરીમાં જે પુસ્તકનાં નાટકો જર્મનમાં ખૂબ ભજવાયા હતા અને જર્મન કવિ જે પુસ્તકને માથા ઉપર મુકીને નાચ્યા હતા. તેવા મહાકવિ કાલીદાસની શ્રેષ્ઠ કૃતિ ‘અભિજ્ઞાન શાંકુન્તલ’ ઉપર વક્તા કાંતિભાઇ સુથાર દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું.
મહાકવિ કાલિદાસે આ કૃતિમાં બે પ્રેમીઓની ઝંખના, ઉત્કટ પ્રેમ, મીલન, પ્રેમાલાપ, ઝુરાપો, જુદાઇ, વિરહ, પુનઃમિલન વગેરે પ્રસંગોનું ખૂબ સુંદર વર્ણન કરી શ્રોતાઓને કવિ દ્વારા કૃતિમાં રહેલ શૃંગાર રસ, પર્યાવરણ પ્રેમ, કન્યા વિદાય, પશુ-પંખી પ્રત્યેનો પ્રેમ, દુર્વાશા મુનીનો શાપ, કર્ણઋષિનો પુત્રી પ્રેમ, માતંગી ઋષિનાં આશ્રમમાં શકુન્તલા-ભરત રાજા દુષ્યંતનું મિલન વગેરે વિશે માહિતી આપી કૃતિમાં રસતરબોળ કરી દીધા હતા.
આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત કરી ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અગાઉ વર્ષો સુધી મંત્રી તરીકે પોતાની ફરજ બજાવી હતી તેવા કિશોરભાઈ ઠક્કરનાં અવસાન નિમિત્તે તેઓના કાર્યોને બીરદાવી મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સુરેશભાઈ દેશમુખ, કેશવલાલ ઠકકર, પ્રકાશભાઈ રાવલ, ત્રિભોવનભાઇ જોષી, આત્મારામભાઈ નાયી, જયેશભાઈ વૈદ્ય, ગૌરાંગ ત્રિવેદી, કર્દમભાઈ મોદી, કિશોરભાઈ સોની વિગેરે હાજર રહ્યા હતા. આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએક કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.