Home દેશ - NATIONAL ચૂંટણી પહેલા મારી ચપલ અને સ્વેટરની ચર્ચા થાય છેઃ કેજરીવાલ

ચૂંટણી પહેલા મારી ચપલ અને સ્વેટરની ચર્ચા થાય છેઃ કેજરીવાલ

924
0

(જી.એન.એસ), તા.૭ નવી દિલ્હી:
શુંગલૂ રિપોર્ટ પર મચેલા રાજકીય હોબાળાની વચ્ચે અરવિંદ કેજરીવાલે ઇશારાઓમાં વિરોધપક્ષો પર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું, દરેક ચૂંટણી પહેલા મારી સાથે જોડાયેલી ચીજો સ્વેટર અને ચંપલ પર પણ ઝીણવટથી ધ્યાન આપવામાં આવે છે, જ્યારે બીજેપીને લઇને આવું કશું નથી થતું. રાજૌરી ગાર્ડન વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી માટેની રેલી દરમિયાન કેજરીવાલે આમ કહ્યું હતું.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સીએમ કેજરીવાલે ગુરુવારે રાજૌરી ગાર્ડનમાં રેલી કરી. આ દરમિયાન તેમણે કહ્યું, “તેમને (વિરોધપક્ષો) એમસીડીમાં ભ્રષ્ટાચાર નથી દેખાતો. જ્યારે પણ ચૂંટણી આવે છે, તેઓ બસ કેજરીવાલની પાછળ પડી જાય છે, જેમકે કેજરીવાલે આજે કયું સ્વેટર કે ચંપલ પહેર્યા હતા.” સીએમએ કહ્યું, “આમ આદમી પાર્ટીએ સત્તા, એજ્યુકેશન અને હેલ્થમાં માફિયાગીરીને ખતમ કરી દીધી છે, જેના કારણે વિરોધપક્ષો અને બિઝનેસ પરિવારો અમારી પાછળ પડ્યાં છે.” કેજરીવાલે દાવો કર્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનને ખોટાં આરોપો માટે ટુંક સમયમાં અરેસ્ટ કરવામાં આવી શકે છે.
શૂંગલુ કમિટીએ અરવિંદ કેજરીવાલ સરકારના કામકાજ અને તેમના ઘણા ફેંસલાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારના એડમિનિસ્ટ્રેટિવ ફેંસલાઓમાં બંધારણ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કેજરીવાલ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2016માં તે સમયના એલજી નજીબ જંગે સરકારના ફેંસલાઓની સમીક્ષા માટે શુંગલૂ કમિટી બનાવી હતી. ગુરુવારે કોંગ્રેસે તેને મુદ્દો બનાવીને કેજરીવાલ પાસે રાજીનામુ માંગ્યું.
રાજૌરી ગાર્ડન પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, બીજેપી અને આપ કોઇ કસર નથી છોડી રહ્યા. ત્રણેય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને આ સીટ પર પ્રચાર માટે બોલાવ્યા છે. ગુરુવારે જ્યાં બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પ્રચાર કર્યો, તો શુક્રવારે અજય માકન અને નવજોત સિંઘ સિદ્ધુ કોંગ્રેસ માટે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે રાજૌરી ગાર્ડન વિધાનસભા સીટ પર 9 એપ્રિલે પેટાચૂંટણી છે. આ સીટ આપના ધારાસભ્ય જરનૈલ સિંહના રાજીનામાથી ખાલી થઇ છે. જરનૈલ સિંહે રાજીનામુ આપીને પંજાબમાં ભૂતપૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને લાંબીની સીટથી પડકાર આપ્યો હતો, પરંતુ તેમની હાર થઇ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી એરપોર્ટ પર બે પ્લેન ટકારાતા બચી ગયા, મોટી દુર્ઘટના ટળી
Next articleહવે ડિગ્રીને પણ આધાર સાથે લિંક કરવામાં આવશેઃ યુજીસી