Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના ચંદ્રાલાથી બાઈકનાં ગુપ્ત ખાનામાં દારૂની બોટલો લઈ જતો બુટલેગર ઝડપાયો

ગાંધીનગરના ચંદ્રાલાથી બાઈકનાં ગુપ્ત ખાનામાં દારૂની બોટલો લઈ જતો બુટલેગર ઝડપાયો

39
0

ગાંધીનગરના ચંદ્રાલા ગામ પાસેથી બાઈકની સીટમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારૂની બોટલોની હેરફેર કરનાર અમદાવાદના બુટલેગરને ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આબાદ રીતે ઝડપી પાડી દારૂની 42 નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઇને દેશી વિદેશી દારૂની હેરફેર અટકાવવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવાયું છે.

જે અન્વયે નિત્યક્રમ મુજબ ચીલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે એક બાઈકમાં વિદેશી દારૂની હેરફેર થનાર છે. આથી પોલીસ ટીમે ચંદ્રાલા ગામે નવા બનતા ઓવર બ્રીજ નીચે હિંમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. તે દરમ્યાન બાતમી મુજબની બાઈક આવતાં તેને ઈશારો કરીને રોકી દેવાયું હતું.

બાદમાં પોલીસે ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ઉપેન્દ્રભાઇ ઉર્ફે કાલુ રાધાકીશન મુલચંદાણી(રહે.એમ 8, સુઘ્ધનનગર બંગલા એરીયા મહાલક્ષ્મી સોસાયટી સામે ભાર્ગવ રોડ કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગરૂડેશ્વરમાં અક્તેશ્વર ગામે કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો, સાયકલ સવારનું મોત
Next articleઆજે 5 ડિસેમ્બર, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨નું બીજા તબક્કાનું મતદાન