Home ગુજરાત સિવિલમાં ડોક્ટર પર હુમલો, નર્સો ડોક્રટરો હડતાલ પર

સિવિલમાં ડોક્ટર પર હુમલો, નર્સો ડોક્રટરો હડતાલ પર

369
0

(જી.એન.એસ), તા.૬
અમદાવાદ:સિવિલ હોસ્પિટલમાં ફરી ડોક્ટર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે મોડીરાતે કેન્સર વિભાગમાં દર્દીના સગા દ્વારા ડોક્ટર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયા છે. 150 જેટલાં ડોક્ટર્સ હુમલાનો વિરોધ કરતાં હડતાળમાં જોડાયા છે, જ્યારે આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે દર્દીના બે સગાની અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સિવિલ હોસ્પિલમાં દર્દીના મોત બાદ મહિલા ડોક્ટર અને સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. જેના પગલે ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા હતા. જે બાદ સિવિસના સત્તાધીશો અને DCP ઝોન 4એ તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારતાં હડતાળ સમેટાઇ હતી.
માંગણીઓમાં સિવિલ ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકીનો સમાવેશ 3 પોલીસ કર્મચારીઓ ટ્રોમા સેન્ટરના દરવાજા પર તૈનાત રહેશેએક મહિલા પોલીસકર્મી અને પુરૂષકર્મી લેબરરૂમની બહાર રહેશે DCP ઝોન 4એ તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારી હતી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાર્દિકે પીએમ મોદીને સુરતમાં મળવા માંગ્યો સમય
Next articleસુરતમાં ભેજાબાજોનો ભાંડો ફૂટ્યોઃ ઝેરોક્ષ મશીનમાં છાપતાં 2 હજારની નકલી નોટ