Home ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી

ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી

521
0

(જી.એન.એસ), તા.૬
વડોદરા કોગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાના સંકેત આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.કોગ્રેસ કાર્યલયની મુલાકાતે આવેલા ભરતસિંહ સોલંકીનું કાર્યકર્તાઓએ આતશબાજી કરી સ્વાગત કર્યું હતું.ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે સરકારે 17મી એપ્રિલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે.
જે સત્ર બાદ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે.જેથી કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર થઈ જાય.આ ઉપરાંત તેમને ભાજપે ચૂંટણી પાર્લામેન્ટ્રી કમિટીની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ નિશાન સાધતા કહ્યું કે ભાજપને ચૂંટણીની બહું ઉતાવળ છે પરંતુ કોગ્રેસ ચૂંટણીની તૈયારીમાં ભાજપ કરતા ઘણી આગળ છે.કોગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરશે.
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી
આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ યુપીમાં જેમ ખેડુતોનું દેવું માફ કરાયું છે તેમ ગુજરાતમાં પણ ખેડુતોના દેવું માફ કરવાની માંગ કરી છે.તેમજ કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડુતોના દેવું માફીનો મુદ્દાનો સમાવેશ કરાશે તેવી જાહેરાત પણ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી વડોદરામાં વિધાનસભાની ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, ૧૭ મીએ વિધાનસભાની વિશેષ સત્ર બાદ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ભરતસિંહે ભાજપની ચૂંટણી પાર્લામેન્ટ્રી કમિટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપને ચૂંટણીની બહુ ઉતાવળ છે. યૂપીની જેમ ગુજરાતમાં ખેડૂતોનું દેવા માફ થવુ જોઇએ. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો મુખ્ય હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીજેપી થઇ ૩૮ વર્ષની, આવી રહી બે સીટથી બહુમત સુધીની સફર
Next articleહાર્દિકે પીએમ મોદીને સુરતમાં મળવા માંગ્યો સમય