એચઆઈવી એ એક મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યા છે. વૈશ્વિક રીતે એચઆઈવી વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જેના પરિણામે લાખો જીવન જોખમમાં છે. આ સાથે વિભાજન, અસમાનતા અને માનવ અધિકારોની અવગણનાએ નિષ્ફળતાઓમાંની એક છે. જે એચઆઈવી ને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી બનવી રાખવા માટે જવાબદાર છે. 1 ડિસેમ્બરના રોજ ડબ્લ્યુએચઓ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ઘણા ભાગીદારો પણ જોડાય છે. 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિવસના રૂપે ઉજવણી કરવામાં આવતી હોય છે.
તો લોકોમાં જાગરૂકતા લાવવા માટે અલગ અલગ સસ્થાનો દ્વારા અને વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. અંબાજીની કારમેલ ઇગ્લીશ હાઈસ્કૂલ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીની કારમેલ ઇગ્લીશ હાઈસ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા અંબાજીના માર્ગો અને બજારોમાં હાથમાં બેનર અને પોસ્ટર લઈ લોકોને એઈડ્સ વિશે જાગ્રત કરવા માટે રેલીમાં જોડાયા હતા.
તો સ્કૂલના બાળકો દ્વારા રેલીમાં ‘વિશ્વ એઈડ્સ દિવસ મનાના હૈ લોકો કો એઈડ્સ કે પ્રતિ જાગ્રત કરના હૈ’ ના સંલોગ્ન સાથે નીકળી વિશ્વ એઆડ્સ દિવસની ઉજવણી કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.