Home ગુજરાત હળવદમાં યુવાન પર પાવડા વડે હુમલો; આઈસર ચાલકે બાળકીનો ભોગ લીધો

હળવદમાં યુવાન પર પાવડા વડે હુમલો; આઈસર ચાલકે બાળકીનો ભોગ લીધો

49
0

હળવદના સરા નાકા પાસે એક ઇસમે ફોનમાં ગાળો બોલી બાદમાં યુવાનને ઢીકાપાટું માર મારી ગામમાં દેખાયો તો મારી નાખીશ તેવી ધમકી આપી પાવડા વડે હુમલો કરતા યુવાનને ઈજા પહોંચી હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હળવદના જૂના દેવળિયા ગામના રહેવાસી વિરમ શેખાભાઈ કલોતરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા.27ના રોજ હળવદ દિવ્યા પાર્ક 2માં રહેતાં મોટા કાળુભાઈના ઘરે હાજર હોય ત્યારે માનસિંગ ઉર્ફે હ્ગો વિહાભાઇ કોળી રહે હળવદ ભવાનીનગર ઢોરો વાળાનો મોટાભાઈના ફોનમાં ફોન આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપતો હતો અને બંને ભાઈને જેમ રહેવું હોય તેમ રહેજો પછી તમને મારી નાખવાના થાય છે, કહેતા ફરિયાદી વિરમભાઇએ ફોન કાપી નાખ્યો હતો.

​​​​​​​

બાદમાં તે ગાડીનું હળવદ હાઈવે રોડ પર આવેલા ગુજરાત ઓટો મોબાઈલ્સ ખાતે રીપેરીંગ કામ ચાલુ હોવાથી ત્યાં ગયા હતા. બાદમાં બજારમાં કામ હોવાથી બપોરના બાઈક લઈને સરા નાકા પાસે આવ્યા હતા. ત્યારે આરોપી માનસિંગ કોળી તેનું બાઈક લઈને અચાનક આવી ફરિયાદીના બાઈક પાછળ ભટકાંડતા વિરમભાઇ નીચે પડી ગયા હતા અને માનસિંગ એકદમ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઢીકાપાટું માર મારવા લાગ્યો હતો અને હવે પછી ગામમાં દેખાયો તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી પાવડાનો હાથો મારી ઈજા પહોંચાડી હતી. જેથી ફરિયાદીને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને યુવાનની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર બાઉન્ડ્રી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે જતા આઈસર ચાલકે બાઈક પર જતા પરિવારને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીને ઈજા પહોંચી હતી. તો પાંચ વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું. આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી ઈરફાન ઉસ્માન બાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ઈરફાન તેના પત્ની મેમુનાબેન અને દીકરી મેઅરાજ સાથે પોતાના બાઈક (જીજે 36 એ 9360) લઈને જતા હતા.

ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે લાલપર ગામની સીમમાં માલવાહક આઈસર (જીજે 03 બીવી 5229)ના ચાલકે આઈસર પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદી ઈરફાનને હાથ અને પગમાં ઈજા તેમજ પત્ની મેમુનાબેનને માથાંના ભાગે ઈજા પહોંચી હતી. તો તેની સાથે બાઈક પર સવાર પાંચ વર્ષની મેઅરાજ (ઉ.વ.5) નામની બાળકીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

આ અકસ્માત બાદ આઈસર મૂકી ચાલક નાસી ગયો હતો. જ્યારે આ અણબનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંકલેશ્વરમાં પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleમોરબીના લાલપર ગામેથી 6 કિલોથી વધુનો ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા