નર્મદા જિલ્લાના દેડિયાપાડા- સાગબારા હાઇવે પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાય જવાથી બાઇક રોડની સાઇડ પર ઉતરી ગયા બાદ વૃક્ષ સાથે અથડાતાં ત્રણ મિત્રોના અરેરાટીભર્યા મોત થયાં છે. સાગબારાથી માત્ર એક કિમિ દુર આવેલાં કુંબીકોતર પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. રાતના અંધકારમાં કોઇની મદદ નહિ મળવાથી ત્રણેય ઇજાગ્રસ્તોનો તડપી તડપીને જીવ ગયો હતો. સાગબારાના પાનખલા ગામના ત્રણ યુવાનો નામે હિતેશ જીતુ પાડવી,કુશો પાડવી અને આનંદ પાડવી બાઇક લઇને દેડીયાપાડા લગ્ન પ્રસંગમાં ગયાં હતાં.
દેડિયાપાડાથી લગ્નપ્રસંગ પતાવી સાગબારા પરત આવી રહયાં હતાં તે સમયે તેમની બાઇકને ગમખ્વાર અકસ્માત નડયો હતો. બાઇક ચલાવી રહેલાં યુવાને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઇક રોડની સાઇડમાં ખાડીમાં પડીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાય હતી. વેરાન જગ્યા હોવાથી ઇજાગ્રસ્ત યુવાનો આખી રાત તડપતા રહયાં હતાં. બીજી તરફ રાત વીતી જવા છતાં ત્રણેય યુવાનો પરત નહિ આવતાં પરિવારજનો શોધખોળ કરવા માટે નીકળ્યાં હતાં પણ યુવાનોનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
અકસ્માતના કલાકો બાદ કોઇ રાહદારીએ ત્રણેય યુવાનોને જોતા પોલીસને જાણ કરી હતી. સાગબારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણેય યુવાનોના મોત નિપજ્યા હોવાની અને પાનખલા ગામના હોવાનું જણાતા તેમના વાલીઓને જાણ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેય યુવાન ડેડીયાપાડા થી લગ્નમાંથી ઘરે સાગબારા આવતા હતા લાઈટ થી અંજાઈને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા જ્યાં ઝાડ સાથે અથડાઇ જતા આખી રાત ત્યાંને ત્યાં રહ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેમને હોશ જ નાં આવ્યો અને તેમના કરુણ મોત નીપજ્યા હતાં. બનાવના પગલે પાનખલા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.