ટંકારા નજીક આવેલા ગોડાઉનમાં રાખેલુ જીરૂ અને તલનો જથ્થો અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે. રાત્રીના સમયમાં ગોડાઉનનું શટર તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ગોડાઉનમાંથી કુલ 8.21 લાખની મત્તા ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના શિવધારા રેસીડેન્સીના રહેવાસી પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કે ત્રણ જેટલા અજાણ્યા ઇસમોએ હીરાપાર ગામ નજીક આવેલા તિરુપતિ એન્ટરપ્રાઈઝ નામે ક્લીનીંગ ગોડાઉનમાંથી જીરૂ, તલ અને વજનકાંટો સહીત કુલ રૂ. 8 લાખ 21 હજારની મત્તા ચોરી કરી ગયા છે.
જે બનાવ મામલે ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, ટંકારાના હીરાપાર ગામે તિરુપતિ એન્ટરપ્રાઈઝ નામે ક્લીનીંગ ગોડાઉન આવેલું છે. જેમાં તેઓ જીરૂ અને તલના સફાઈની કામગીરી કરે છે અને ગોડાઉનનો વહીવટ મનોજ નંદલાલ સવસાણી રહે હીરાપર વાળા સંભાળે છે. તા.26 નવેમ્બરના રોજ સવારે ફરિયાદી પોતાના ઘરે હતો. ત્યારે મેનેજર મનોજનો ફોન આવ્યો હતો. જેમાં ગોડાઉન પાછળની ગેલેરીમાં જીરાના કટ્ટા વેરવિખેર પડ્યા હોવાનું અને ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતુ.
જેથી તેઓ હીરાપર પાસે આવેલા તિરુપતિ એન્ટરપ્રાઈઝ ખાતે આવી જોયું, તો ગોડાઉનના પાછળના ગેલેરીના ભાગે જીરૂના કટ્ટા પડેલા હતા. જેમાંથી કેટલાક કટ્ટાની ચોરી થઇ હતી. જે બાબતે તપાસ કરતા ગોડાઉનમાંથી જીરૂના કુલ 68 નંગની ચોરી થઇ છે. જીરૂના કટ્ટા 50 કિલો ક્ષમતાવાળા હતા. જેથી એક કટ્ટાની કિં. રૂ. 12 હજાર લેખે કુલ 68 નંગ જીરૂની કિં. રૂ. 8 લાખ 16 હજાર અને ગોડાઉનમાં રાખેલો ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિં. રૂ. 5 હાજર મળીને કુલ કિં. રૂ. 8 લાખ 21 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા છે.
જેથી ગોડાઉનમાં રાખેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રીના અજાણ્યા ત્રણથી ચાર ઇસમોએ ગોડાઉન આસપાસ આંટાફેરા કરીને ગોડાઉનનું શટર તોડી પ્રવેશ કરી ચોરી કરી ગયા છે. ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.