Home દેશ - NATIONAL સત્તા યોગીઓ માટે છે ભોગીઓ માટે નહીઃ યોગી આદિત્યનાથ

સત્તા યોગીઓ માટે છે ભોગીઓ માટે નહીઃ યોગી આદિત્યનાથ

630
0

(જી.એન.એસ),તા.૬
ઉત્તરપ્રદેશમાં નવી ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તા સંભાળ્યા બાદ પહેલો ઈન્ટરવ્યું આપ્યો. ડીડી ન્યૂઝને આપેલા આ ઈન્ટરવ્યુંમાં યોગીએ ગત 17 દિવસોમાં પોતાની સરકાર દ્વારા લેવાયેલા ફેસલા અને ભવિષ્યની યોજનાઓ પર વિસ્તારથી વાત કરી. તેમણે કહ્યું કે રાજસત્તા યોગીઓ માટે છે, ભોગીઓ માટે નહીં. સત્તા અમારા માટે મોજમસ્તીનો અડ્ડો નથી. તેમણે 11મી, 12મી કક્ષામાં વિદેશી ભાષા અનિવાર્ય થવાથી બાળકોના ફાયદા થવાની વાત કરી અને જાહેરાત કરી કે બહુ જલદી પારદર્શકતા સાથે શિક્ષકોની ભરતી થશે.
યોગી આદિત્યનાથે એન્ટી રોમિયો સ્ક્વોર્ડ અંગે જણાવ્યું કે આ ટીમ કોઈ પણ જાતિ કે ધર્મના લોકોના વિરોધમાં નથી પરંતુ પ્રદેશની યુવતીઓ અને મહિલાઓને સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં ઉઠાવાયેલું પહેલું પગલું છે. યોગીએ કહ્યું કે ગત સરકારના વખતમાં યુપીમાં અસુરક્ષાનો માહોલ હતો અને લથડેલી કાનૂન વ્યવસ્થાના કારણે લોકોને પલાયન થવા પર મજબુર થવું પડ્યું હતું.
યોગીએ શેરડીના ખેડૂતો અંગે કહ્યું કે બે મહિનાની અંદર શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવી પડશે અને જો એમ નહીં થાય તો સંબંધિત ખાંડની મિલના માલિકો સામે કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે નવી ખાંડની મિલો પર ફેસલા આગામી કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.
પ્રદેશમાં યોગી સરકાર આવતા જ મોટી સંખ્યામાં કતલખાનાઓ પર કાર્યવાહીના મુદ્દે યોગી આદિત્યનાથે સ્પષ્ટતા કરી દીધી કે કતલખાનાઓ પર અનજીટીના ધોરણોનું પાલન કરવું પડશે અને આ મુદ્દે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં નહીં આવે.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવમાં બાળકોના મોત માટે સંબંધિત સીએમઓ જવાબદાર રહેશે. આ જ રીતે જો કોઈ ભૂખમરાથી મરશે તો સંબંધિત જિલ્લાધિકારીઓ તે માટે જવાબદાર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડોનલ્ડ ટ્રમ્પે સીરિયા અટેકને ભયાનક ગણાવ્યો
Next articleઅમેરિકાની UNને ચેતવણી, ‘જવાબદારી નહીં નિભાવો તો અમે કરીશું કાર્યવાહી’