Home ગુજરાત સુરતમાં સ્નેચર મહિલાને રોડ પર પછાડી ગળામાંથી ચેઈન ઝૂંટવી થઈ ગયો ફરાર

સુરતમાં સ્નેચર મહિલાને રોડ પર પછાડી ગળામાંથી ચેઈન ઝૂંટવી થઈ ગયો ફરાર

42
0

સુરતમાં દિનપ્રતિદિન મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિગની ઘટનાઓ વધી રહી છે. ચેઇન્સ નીચે રોના આતંક વધી રહ્યો છે. રાંદેરના તારવાડી વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાને તો ચેઇન સ્નેચરોએ મારમારી રોડ પર પછાડીને ગળામાંથી 45,000ની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. મહિલા સાથે બનેલી આ ઘટના સોસાયટીના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. જેમાં ચેઇન સ્નેચરોનો ક્રૂર આતંક દેખાઈ આવ્યો છે. રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર તાડવાડી પાસે રહેતા ૫૮ વર્ષીય નીતાબહેન મકવાણા તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાંથી બાઈક સવાર બે ઈસમો મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા.

સોસાયટીમાં સુમસામ રસ્તો જોઈ ત્યાંથી પસાર થઈ વૃદ્ધાના ગળામાં પહેરેલી ૪૫ હજારની સોનાની ચેઈન સ્નેચરો ઝુટવી લઇ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ લોકો ભેગા થઈ જતા ઘટના અંગે રાંદેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેરમાં બાઈક ઉપર ચેન સ્નેચિંગ કરનાર લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન હાથમાં ન આવતા મહિલાને માર મારી હતી. ભોગ બનનાર મહિલા નીતાબેન મકવાણા એ જણાવ્યું હતું કે હું મારા ઘરે ચાલતી ચાલતી આવતી હતી ત્યારે બાઈક ઉપર બે જણા ક્યાંક કોઈકને શોધતા હોય તેવું લાગી રહ્યું હતું. મને લાગ્યું કોઈક નું ઘર શોધતા હશે.

પરંતુ અચાનક જ થોડીવારમાં તેઓ મારી સામે આવી ગયા અને મારા ઘણા પથ સીધો હાથ નાખીને મારી ચેન ઝૂંટવાનો પ્રયાસ કર્યો. બાઈક પર લૂંટારઓ ગળા માંથી ચેનની લૂંટ કરી ત્યારે મે તેમનો પ્રતિકાર કર્યો હતો. અને પહેલા ચેન હાથમાં ન આવી હતી અને તેઓ બાઈક પર આગળ ચાલ્યા ગયા હતા. પરંતુ અચાનક જ તેઓ આગળ રોકાઈને પાછળ બેસેલ વ્યક્તિ મારી પાસે દોડતો આવ્યો અને મને લાગ્યું આ મારું ગળું કાપી નાખશે. મારી પાસે આવીને મારા ગળામાંથી ચેન કાપવા માંડ્યો હતો. ત્યારે મેં તેનો પ્રતિકાર કર્યો હતો.જેથી સ્નેચરોએ મને માર મારી હતી, જપજપી કરી હતી ત્યાર બાદ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. તેમ છતાં મારા દ્વારા પ્રતિકાર કરતા તેઓએ મને તમાચા માર્યા હતા.

મને રસ્તા પર ધસડી હતી. જેથી મને ઘૂંટણમાં અને મારા હાથમાં વાગ્યું હતું. જેથી ઉભી થઈ શકે નહીં અને મારા ગળામાંથી ચેન લુંટી બંને જણા બાઈક ઉપર ભાગી ગયા હતા. ભોગ બનનાર વૃદ્ધ મહિલા નીતાબહેન મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે બંને લૂંટારો એ મને રોડ પર પછાડી, ઘસડી માર મારીને ચેન લૂંટી જતા મને હાથની હથેળીમાં અને પગના ઘૂંટણમાં ખૂબ જ વાગ્યું હતું. જેથી બંને જણા ભાગી ગયા ત્યારે હું જોર જોરથી બૂમો પડતી હતી. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને રડી રહી હતી. મારો આ અવાજ મારી દીકરીને સંભળાતા તે ત્યાં દોડતી આવી હતી.

ત્યારબાદ આજુબાજુથી તમામ લોકો દોડી આવ્યા હતા. જોકે આ બધા આવી તે પહેલા ગળામાંથી ચેન જૂઠવીને બંને જણા બાઈક ઉપર ભાગી ગયા હતા. રાંદેર વિસ્તારમાં બનેલી વૃદ્ધ મહિલા ના ગળામાંથી ચેન સ્નેચિંગની ઘટના સોસાયટીના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી માં ચેન સ્નેચરોનો ક્રૂર આતંક જોવા મળ્યો હતો. સ્નેચરો બાઈક ઉપર મહિલાના ગળામાંથી ચેન જુટવામાં સફળ ન થયા બાદ રસ્તા પર મહિલાને માર મારીને પણ લુંટ ચલાવી લેવાઇ હોવાની સમગ્ર કરતૂત સીસીટીવી કેદ થઈ ગઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપારુલ યુનિવર્સિટીના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં સોનુ સૂદ અને મિથાલી રાજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
Next articleઅંબાજીમાં ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો, જેસીબી અને ફાયર બ્રિગેટથી રાહત કામગીરી હાથ ધરાઈ