ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો અને પહેલા અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી 22 વર્ષીય જશવંત ઉર્ફે જયેશ ધીરુભાઈ બારોટને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગાંભોઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી જિલ્લા પોલીસ વડાની સુચનાને લઈને નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.
ત્યારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. જોશી ડી-સ્ટાફ કૃષ્ણસિંહ, રાકેશકુમાર, હરપાલસિંહ, ધરમવીરસિંહ, પ્રવીણસિંહ અને કિર્તીસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરના આરોગ્યનગર પાછળ ભાતવાસમાં પોલીસે કોર્ડન કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો અને પહેલા અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી 22 વર્ષીય જશવંત ઉર્ફે જયેશ ધીરુભાઈ બારોટને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગાંભોઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.