Home દેશ - NATIONAL જેટ એરવેઝની ફ્લાઇટમાં પક્ષી ઘૂસી જતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

જેટ એરવેઝની ફ્લાઇટમાં પક્ષી ઘૂસી જતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

461
0

જી.એન.એસ), તા.૬
કોલકાતા. જેટ એરવેઝની બેંગલુરુ-કોલકાતા ફ્લાઈટની જમણી પાંખમાં પક્ષી ઘૂસી જતાં કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી. ફ્લાઈટની જમણી પાંખમાં પક્ષી ઘૂસી જવાના કારણે તે ડેમેજ થઈ ગઈ છે અને ઉડી શકવા સક્ષમ નથી. પાયલોટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા તમામ પેસેન્જર્સ સહિત ક્રૂ મેમ્બર્સનો જીવ બચી ગયો હતો. હાલ બીજી ફ્લાઈટ દ્વારા પેસેન્જર્સને રવાના કરવામાં આવી રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 171 થોડા દિવસો પહેલા અમદાવાદથી 242 પેસેન્જરો સાથે લંડન થઈ નેવાર્ક જવા રવાના થઈ હતી. આ ફ્લાઈટ લંડનના સ્થાનિક સમય મુજબ 10.39 કલાકે લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી એ સમયે જ બર્ડ હિટની ઘટના બની હતી. પક્ષી એરક્રાફ્ટના નોઝ સાથે અથડાયું હતું. જો કે પાયલોટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા તમામ 242 પેસેન્જરો અને ક્રુ મેમ્બર્સનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે વિમાનને હિથ્રો એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી. જેના પગલે લંડનથી આગળ નેવાર્ક જનારા પેસેન્જરોને અન્ય ફ્લાઈટમાં રવાના કરાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેજરીવાલ સરકારે સત્તાનો દુર્પયોગ કર્યો, શુંગલ કમિટીનો અહેવાલ
Next articleડોનલ્ડ ટ્રમ્પે સીરિયા અટેકને ભયાનક ગણાવ્યો