Home ગુજરાત હું ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યો, હું તો ફક્ત આશીર્વાદ લેવા આવ્યો...

હું ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યો, હું તો ફક્ત આશીર્વાદ લેવા આવ્યો છું: પીએમ મોદી

31
0

મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા બેઠકના પ્રચાર અર્થે મોડાસા આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતાં જણાવ્યું કે હું ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યો તમે જીતાડવાના જ છો હું તો ફક્ત આશીર્વાદ લેવા આવ્યો છું. પ્રધાનમંત્રીએ તેમના પ્રવચન દરમિયાન ગુજરાત જરૂરિયાત કરતાં વધુ વીજ ઉત્પાદન કરતું હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં હવે ઘેર ઘેર સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદનમાં ક્રાંતિ સર્જવા ઉપર ભાર મૂક્યો હતો અને વધુમાં તેમણે ખેડૂતો જેમ અનાજ વેચે છે તેમ ગુજરાતમાં ઘેર ઘેર સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદન કરીને લોકો ઘેર બેઠા તેનું વેચાણ કરી કમાણીશકે તે કામ મોદી જ કરી શકે તે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.

અરવલ્લી વાસીઓને ટકોર કરતાં મોદીએ જાહેર સભામાં ઉપસ્થિત દરેક લોકોને આ વખતે મતદાનના બધા રેકોર્ડ તોડી નાખવા ઉપર ભાર મૂક્યો હતો અને શ્રોતાઓને ઘરે જઈને વડીલોને પ્રધાનમંત્રી આવ્યા છે તેવું કહેવાના બદલે આપણા નરેન્દ્ર ભાઈ મોડાસા આવ્યા હતા અને તેમને પ્રણામ પાઠવ્યા છે તેવું કહ્યું હતું. વધુમાં પ્રધાનમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓના લાભ જણાવી લોકોને કહ્યું હતું કે અરવલ્લી-સાબરકાંઠાના દૂધથી દિલ્હીની સવાર થતી હતી હવે 10 થી 12 કલાકમાં દિલ્હીમાં શાકભાજી પહોંચતી થતાં ભોજનની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં વીજળી માટે ખેડૂતોને આંદોલનો કરવા પડતા હતા અને તેમાંય મોડાસા માં આંદોલનનું વધુ જોર રહેતું હતું.

પ્રધાનમંત્રીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર ચાબખાં મારતાં જણાવ્યું હતું કે વીજળી માંગવા જતા અરવલ્લીના છોકરાઓને ગોળી મારી મારી નાખ્યા હતા હવે ભાજપ સરકારમાં ગુજરાત જરૂરિયાત કરતાં પણ વધુ વીજ ઉત્પાદન કરે છે. પ્રધાનમંત્રીએ અગાઉ કોંગ્રેસ સરકાર વખતે મોડાસા કપડવંજ રેલ્વે લાઈનના પ્રશ્નને કોંગ્રેસ ની ઝાટકણી કાઢી હતી. વધુમાં તેમણે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી અત્યાર સુધીમાં ત્યાંથી કોઈ સારા સમાચાર સાંભળ્યા તેવી ટકોર કરી જે લોકો રાજસ્થાનમાં સારું કરી શક્યા નથી તે ગુજરાતમાં ક્યાંથી કરશે.

કોંગ્રેસ એટલે સત્તા સિંહાસન અને ભોગવટો અને એક બીજાના ટાંટીયા ખેંચવાના બાંટો અને રાજ કરોની રાજનીતિ કરી જાતિવાદ અને ભત્રીજા વાદથી દેશમાં ખટરાગ, ભાષાના નામે ભાગલા પાડી રહ્યું હોવાનું જણાવ્યું હતું. છેલ્લે જંગી જનમેદની ને સંબોધીને કહ્યું હતું કે મારુ એક કામ કરશો બે ત્રણ વાર બોલી ગામમાં ઘરમાં જઈને વડીલોને કહેજો કે આપણા નરેન્દ્ર મોદી મોડાસા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે વડીલોના આશીર્વાદ લેવા આવ્યો છું અને તેમના આશીર્વાદથી જ મને કામ કરવાની નવી ઊર્જા મળે છે આટલું કહે પ્રધાનમંત્રી રવાના થયા હતા. પ્રધાનમંત્રીએ ખેડૂતો અને પશુપાલકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે અગાઉની સરકારમાં 60 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થતું હતુ.

જે ભાજપ સરકારમાં વધીને 1.60 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થતાં અત્યારે 62000 કરોડ રૂપિયાનો વેપાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રજાને મીઠી ટકોર કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ વખતે ઉત્તર ગુજરાતમાં નવો મિજાજ દેખાય છે. અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણના યુવાનો અને ભાઈ બહેનો ઉત્તર ગુજરાતનું નવું ભવિષ્ય નક્કી કરી 100 ટકા કમળ ખીલવી એવા માણસો મોકલશે. જે દિલ્હીમાંથી કામ લઈ આવે આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષનો નિર્ણય કરવા માટેની છે આ ચૂંટણીમાં હું પ્રચાર કરવા નથી આવ્યો તમે ચૂંટણી જીતાડવાના હોવ તો મારે પ્રચાર કરવાની શી જરૂર હોય છતાં આશીર્વાદ લેવા આવ્યો છું.

પ્રધાનમંત્રીએ ચિરંજીવી યોજના અને આયુષ્માન યોજનાને દુનિયાની સૌથી મોટી યોજના ગણાવતા જણાવ્યું કે મહિલાઓની ચિંતા કરી સરકારે સો ટકા પ્રસૂતિ હોસ્પિટલમાં કરાવીને સંતાનો અને માતાની જિંદગી બચાવી છે. આયુષ્માન યોજનાને દુનિયાની સૌથી મોટી યોજના ગણાવીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને માંદગીના સમયે રૂ. પાંચ લાખ સુધી નું જે બિલ આવે તે તમારો દીકરો ભરે છે તેમ જણાવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજુલામાં આહિર સમાજનું સંમેલન મળ્યું, અગ્રણીઓ કોંગ્રેસનો છોડો એવા સંકેત આપ્યા
Next articleદાહોદ નજીક બામનિયામાં ટાઈલ્સ ભરેલી ટ્રકે બાઇક સવારોને અડફેટે લઇ ફાટક તોડ્યું, 3 ના મોત