Home દેશ - NATIONAL J&K: બે જ દિવસમાં ચોથી વાર પાકની નાપાક હરકત, પૂંછમાં કર્યો યુદ્ધવિરામનો...

J&K: બે જ દિવસમાં ચોથી વાર પાકની નાપાક હરકત, પૂંછમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ

320
0

(જી.એન.એસ), તા.૫
બે જ દિવસમાં નાપાક પાકિસ્તાને ચોથીવાર સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ જમ્મુ અને કાશ્મિરના પૂંછ વિસ્તારમાં દેગવાર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ આડેધડ ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો. ભારતીય સેના પણ પાકિસ્તાનના આ હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. મંગળવારે પણ પાકિસ્તાને આ રીતે યુદ્ધવિરામનો ભંગ કરીને રાજોરી જિલ્લાના એલઓસી વિસ્તાર પર સેનાની પોસ્ટો અને નાગરિકોને નિશાન બનાવ્યાં હતાં.
ડિફેન્સ પ્રવક્તાના જણાવ્યાં મુજબ મંગળવારે પાકિસ્તાન તરફથી ઓટોમેટિક હથિયારો અને મોર્ટારથી ફાયરિંગ થયું હતું. ત્યારબાદ આર્મીને ફોરવર્ડ પોસ્ટ્સ પર તૈનાત કરાઈ હતી. સોમવારે પણ રાજૌરી જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં લગભગ 11 વાગ્યે દિગવાર વિસ્તારમાં સવારે 9 વાગ્યે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું તું. દિગવારમાં હેવી મોર્ટારથી ફાયરિંગ કરાયું હતું. જેનાથી લોકો ખુબ ડરી ગયા હતાં.
અત્રે જણાવવાનું કે પહેલી એપ્રિલના રોજ પૂંછમાં જ એક જૂનિયર કમીશન્ડ ઓફિસર આઈઈડી બ્લાસ્ટના કારણે શહીદ થયા હતાં. 2016માં એલઓસી પાસે 228 અને ઈન્ટરનેશનલ બોર્ડર પાસે 221 યુદ્ધવિરામના ભંગની ઘટનાઓ બની હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગી સરકારનો દેવાં માફીનો નિર્ણય એ આંશિક રાહત,પરંતુ ‘યોગ્ય દિશામાં પગલું’: રાહુલ
Next articleએનએસજીમાં ભારતના સભ્યપદને જર્મનીનું સમર્થન