Home દેશ - NATIONAL યોગી સરકારનો દેવાં માફીનો નિર્ણય એ આંશિક રાહત,પરંતુ ‘યોગ્ય દિશામાં પગલું’: રાહુલ

યોગી સરકારનો દેવાં માફીનો નિર્ણય એ આંશિક રાહત,પરંતુ ‘યોગ્ય દિશામાં પગલું’: રાહુલ

363
0

(જી.એન.એસ), તા.૫
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પહેલી કેબિનેટ બેઠક બોલાવી જેમાં ખેડૂતોના દેવાં માફી અંગે નિર્ણય લેવાયો. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી સરકારના આ પગલાંને બિરદાવ્યું છે તેમણે કહ્યું કે આ ખેડૂતો માટે આંશિક રાહત છે પરંતુ યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે ખેડૂતો સાથે રાજનીતિ કરવી જોઈએ નહીં. કેન્દ્ર સરકારે વ્યાપક સંકટને લઈને રાષ્ટ્રીય સ્તર પર પગલું લેવું જોઈએ અને રાજ્યો વચ્ચે કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે હંમેશા ખેડૂતોના દેવાં માફીનું સમર્થન કર્યું છે. સાથે સાથે એમ પણ કહી દીધુ કે ‘હું ખુશ છું કે ભાજપ આ પગલું લેવા માટે મજબુર બન્યું.’
જો કે અગાઉ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ખેડૂતોના દેવાં માફીના ફેંસલાને અધૂરો વાયદો ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી અને યોગી આદિત્યનાથે ખેડૂતોને કરેલા વચનો પૂરા કરવા જોઈએ. ખેડૂતો અડધા સત્યથી નહીં પરંતુ સંપૂર્ણ દેવાં માફીથી પોતાના પગ પર ઊભા થઈ શકશે. યુપીના ખેડૂતો પર 92241 કરોડ રૂપિયાનું કુલ દેવું છે. જ્યારે સરકારે માત્ર 36000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. જેનાથી ખેડૂતો હતાશ છે.
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લઘુ અને સીમાંત ખેડૂતોનું રૂ. એક લાખ સુધીનું દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે. યુપીનાં 2 કરોડ 15 લાખ ખેડૂતોને દેવાં માફીનો સીધો લાભ મળશે. યુપી સરકારની તિજોરી પર આને કારણે રૂ. 30,729 કરોડનો બોજ પડશે. સરકારે આ ઉપરાંત 9 લાખ ખેડૂતોની 5,630 કરોડની એનપીએ પણ માફ કરી છે. આમ ખેડૂતોનું કુલ રૂ. 36,395 કરોડનું દેવું માફ કરાયું છે. આ માટે તમામ ખેડૂતોના ખાતામાં તરત જ ચૂકવણી કરવામાં આવશે.
મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું હતું કે રામનવમીના અવસરે 9 ફેસલા લેવાયા છે. આ ફેસલાથી પ્રદેશની તિજોરી પર લગભગ 36000 કરોડનો બોજો પડશે. સાત લાખ ખેડૂતો એવા છે જેમણે દેવા કર્યાં પરંતુ ચૂકવી શક્યા નહીં. એનાથી તેઓ એનપીએ બન્યાં અને તેમને લોન મળવાની બંધ થઈ ગઈ. આવા ખેડૂતોને મુખ્યધારામાં લાવવા માટે તેમનું દેવું 5630 કરોડ રૂપિયા માફ કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફી વિવાદ: પોતાના જ નિવેદન પરથી પલટી ગયા કેજરીવાલ? જનતા ભોગવશે ખર્ચો!
Next articleJ&K: બે જ દિવસમાં ચોથી વાર પાકની નાપાક હરકત, પૂંછમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ