(જી.એન.એસ), તા.૫
પોતાના પર લાગેલા બદનક્ષીના કેસનો ખર્ચો સરકારી તિજોરીમાંથી કાઢવાના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ મુખ્યમંત્રીની વ્યક્તિગત લડાઈ નથી. કારણ કે દિલ્હી સરકાર તરફથી શહેરના ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચારના મામલાની તપાસના આદેશ અપાયા હોવાના કારણે બદનક્ષીનો કેસ થયો છે. આથી દિલ્હી સરકારના ખજાનામાંથી કેસની ફી ચૂકવવામાં કોઈ વાંધો નથી. જો કે અગાઉ કોર્ટના દસ્તાવેજો પર નજર ફેરવીએ તો કેજરીવાલે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી તરફથી કરાયેલા આ કેસને ‘પ્રાઈવેટ ઈન કેરેક્ટર’ એટલે કે અંગત ગણાવ્યો હતો. ગત વર્ષે મુખ્યમંત્રીએ દિલ્હી હાઈકોર્ટ સામે પોતાના વિરુદ્ધ જેટલી દ્વારા કરાયેલા આ કેસને વ્યક્તિ ગત હોવાના આધારે ખતમ કરવાની માગણી કરી હતી. જસ્ટિસ પીએસ તેજીએ કેજરીવાલની અરજીને ફ્ગાવી દીધી હતી.
અત્રે જણાવવાનું કે જેટલી દ્વારા કરાયેલા બદનક્ષીના દાવાની ફરિયાદમાં ટ્રાયલ કોર્ટ તરફથી સમન્સ જારી કરવા વિરુદ્ધ અરજી દાખલ કરાઈ હતી. જેને જસ્ટિસ પીએસ તેજીએ ફગાવી હતી. ગત વર્ષ 19 ઓક્ટોબરના રોજ કોર્ટના ફેસલામાં સીએમ તરફથી આ માગણી કયા આધારે કરવામાં આવી તેનો સંપૂર્ણ ઉલ્લેખ છે. હાઈકોર્ટના રેકોર્ડમાં કેજરીવાલ તરફથી કરવામાં આવેલી માગણીનું જે વિવરણ નોંધાયેલું છે તે મુજબ ‘વર્તમાન અરજીમાં અરજીકર્તા (કેજરીવાલ) તરફથી અપરાધિક કાર્યવાહી રોકવાની માંગણી એ આધારે કરવામાં આવી છે કે આ મામલામાં દીવાની મુકદમો સમાન તથ્યો અને આરોપોના આધાર પર દાખલ કરાયો છે. એ પણ કારણ અપાયું છે કે પ્રતિવાદી (જેટલી) તરફથી શરૂ થયેલી બંને ન્યાયિક કાર્યવાહીમાં સમાનતા છે. જેથી કરીને વાદી અને પ્રતિવાદી, ઘટનાઓ, કેસ દાખલ કરવાની તારીખ, કાર્યવાહીના કારણ સુદ્ધા સમાન છે. આ સાથે જ બંને કાનૂની કાર્યવાહીની પ્રકૃતિ વ્યક્તિગત (અંગત) છે.’
અત્રે જણાવવાનું કે જેટલીએ કેજરીવાલ વિરુદ્ધ બદનક્ષી ઉપરાંત દીવાની કેસ પણ દાખલ કર્યો છે. દીવાની કેસ અંતર્ગત તેમણે વળતરની પણ માંગણી કરી છે. જ્યારે અપરાધિક બદનક્ષીના કેસમાં તેઓ કેજરીવાલને સજા અપાવવા માટે લડી રહ્યાં છે. કોર્ટે કેજરીવાલના અપરાધિક અભિયોજન પર સ્ટેની આ આરજીની માગણી ફગાવતા કહ્યું હતું કે જો કે આ વાત સાચી છે કે બંને કેસોમાં વાદી અને પ્રતિવાદી સમાન છે પરંતુ તથ્ય એ છે કે બંને મામલાઓની પ્રકૃતિ અલગ છે. જ્યાં એક દીવાની મુકદમાનો સવાલ છે ત્યારં પ્રતિવાદ એક(જેટલી) તરફથી પોતાની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનો હવાલો આપીને વળતરની માગણી કરી છે. જ્યારે બીજો કેસ અપરાધિક માનહાનિનો છે. બંને કેસો પર વિચાર કરવાથી એક જ અપરાધમાં કોઈને બેવાર સજા થવાનો ખતરો નથી. કોર્ટ તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માનહાનિ માટે દીવાની અને અપરાધિક કાર્યવાહી એક સાથે શરૂ કરવામાં કોઈ કાનૂની અડચણ નથી.
જો કે દિલ્હી સરકારના પ્રવક્તાએ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં લીધેલા સ્ટેન્ડને નોન ઈશ્યુ ગણાવ્યાં હતાં. પ્રવક્તાએ જણાવ્યું કે હાલ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીને એક પણ રૂપિયાની ચૂકવણી થઈ નથી. પ્રવક્તાએ ગત મહિને કોર્ટમાં સુનાવણી દરમિયાન જેટલીના ક્રોસ એક્ઝામિનેશનનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન જેઠમલાણીએ જેટલીને પૂછ્યું હતું કે તેમણે કેજરીવાલ પર એ આરોપો પર ટિપ્પણી કરવાને લઈને કેમ કેસ કર્યો જે વાસ્તવમાં મધુ કિશ્વરે લગાવ્યાં હતાં. ત્યારે જેટલીએ કહ્યું હતું કે અનેક લોકો સોશિયલ મીડિયામાં લોકો સામે બેજવાબદાર નિવેદનો આપે છે. જો કે જ્યારે એક મુખ્યમંત્રી તેને પ્રોત્સાહન આપે ત્યારે તે ગંભીર મામલો છે. આમ કરવાથી ખોટા આરોપોને પણ વિશ્વસનીયતા મળે છે. અપમાનજનક નિવેદનો વારંવાર દોહરાવવાથી મને આમ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવાનું કારણ મળે છે. પ્રવક્તાએ કહ્યું કે જેટલીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કર્યો છે, અરવિંદ કેજરીવાલ નામના કોઈ વ્યક્તિ સામે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.