Home ગુજરાત પ્રાંતિજના કતપુર ગામે કાર ચાલકે આઠ માસની ગર્ભવતી મહિલાને ૧૦૦ ફુટ સુધી...

પ્રાંતિજના કતપુર ગામે કાર ચાલકે આઠ માસની ગર્ભવતી મહિલાને ૧૦૦ ફુટ સુધી ઘસડી

327
0

(જી.એન.એસ), તા.૫
પ્રાંતિજ તાલુકાના નેશનલ હાઈવે આઠ ઉપર કતપુર ગામે કાર ચાલકે ફુલફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવીને કાર ઉપરથી કાબુ ગુમાવી ઘર આંગણે ઉભેલી ગર્ભવતી મહિલાને ટક્કર મારી ૧૦૦ ફુટ સુધી ઘસડી ગયો.
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ટોલનાકા પાસે આવેલ કતપુર ખાતે બપોરના સમયે કારનો ચાલક ફુલફાસ્ટ બેદરકારી રીતે કાર હંકારી લાવીને કતપુર ગામની મહિલા હીરાબેન રાકેશભાઈ વાઘેલા ઉં.વ. અંદાજે ૨૦ કે જે પોતે ગર્ભવતી હતી અને આઠ માસનો ગર્ભ છે જે પોતાના ઘર બહાર આંગણામાં રોડની સાઈડમાં ઊભેલી ને અચાનક બેદરકારી રીતે કાર ચાલક કાર હંકારી લાવીને મહિલાને ટક્કર મારી મહિલાને ૧૦૦ ફુટ ઘસડી ગયો હતો અને તેના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને અકસ્માત સર્જીને કાર ચાલક કાર મુકી ભાગી ગયો હતો જ્યારે અકસ્માતની જાણ આજુબાજુના તથા ગ્રામજનોને થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર નીચે દટાયેલ મહિલાને કાર ઊંચી કરીને બહાર કાઢવામાં આવી હતી.
૧૦૮ મારફતે મહિસાને પહેલાં પ્રાંતિજ સિવિલ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે અકસ્માત અંગેના સમાચાર પ્રાંતિજ પોલીસને મળતા અકસ્માત સ્થળ ઉપર દોડી આવી હતી અને ગ્રામજનો અને સગાસંબંધીઓને સમજાવી મામલો થાળે પાડયો હતો ત્યારે ટોલટેક્સ બચાવવાની લાહ્યમાં વડવાસા તથા કતપુર અનવરપુરા થઈને વાહનો નીકળે છે અને રોજના હજારો વાહનો ટોલટેક્સ બચાવવાની લાહ્યમાં ગામમાં નીકળે છે અને જાણે નેશનલ હાઈવે ઉપર જતાં હોય તેમ પોતાના વાહનો ફુલસ્પીડમાં હંકારીને રાત્રે-દિવસે નીકળે છે અને નાના-મોટા અવારનવાર વાહનચાલકો દ્વારા ગ્રામજનોને અડફેટે લેવાની ઘટના બની છે ત્યારે ગ્રામજનો દ્વારા તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં વાહનો ગામમાં થઈને આવતાં વાહનોને આજદીન સુધી બંધ કરવામાં આવ્યા નથી અને કોઈ મોટી ઘટનાની રાહ જોવાની હોય તેવું હાલ જણાઈ આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સનું અપહરણ માર્યો ઢોરમાર
Next articleતમે પણ લાઈવ વેફર્સ ખાવાના શોખીન છો? તો ચોક્કસ આ વાંચજો