(જી.એન.એસ), તા.૫
રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. રાજકોટમાં કાલે મોડી રાતે ફાયરિંગ કરીને એક શખ્સનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે.પોલીસે આ મામલે 6 વ્યક્તિઓ સામે આર્મસ એક્ટ મુજબ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી સાધના સોસાયટી પાસે રાજેશ સતાણીનું તેમના ઘર પાસેથી જ અપહરણ કરવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે આ આશરે 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવી છે.
6 શખ્સો દ્વારા તેમનું અપહરણ કરીને ભાવનગર રોડ પર વાડીમાં લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો તેવી પણ ફરિયાદ નોંધાઈ છે. 6 શખ્સો સામે આ મામલે હત્યાના પ્રયત્નો અને આર્મસ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી તેમના નામ.
અંકિત શિયાણી
દોલતસિંહ સોલંકી
યોગી
મહેશ શિયાણી
ચેતન ચૌહાણ
ચેતન સોલંકી
મોરબી શહેરના સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે મંગળવારે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં માથાભારે નામચીન બુટલેગર મુસ્તાક મીર પર બાઈક પર આવેલા અજાણ્યા શખસો દ્વારા આડેધડ ફાયરિંગ કરી નાસી જતાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા બુટલેગરને લોહીલુહાણ હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ બુટલેગર રાજકોટ પહોંચે તે પહેલા અધવચ્ચે જ દમ તોડતાં બનાવ હત્યામાં પલટાયો છે. રાત્રીના સમયે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. અને શહેરભરમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં ગેંગવોરની ચર્ચાને પગલે પોલીસે બનાવને અંજામ આપી નાસી ગયેલા શખસોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.