પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવસર કેમ્પેઈન અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે પાટણ જિલ્લાની અનેક શાળાઓના બાળકોએ રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં ચિત્રો અને રંગોળી દોરીને લોકોને મતદાન જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો હતો. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણની શાળાના ભુલકાઓ પણ પ્રયાસો કરી રહ્યા છે.
અવસર કેમ્પેઈન અંતર્ગત પાટણની શાળાઓમાં મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. પાટણ જિલ્લામાં 115 જેટલી ચિત્ર સ્પર્ધા અને 138 જેટલી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ ગામની શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળીઓ અને ચિત્રો દોરીને “મત મારો અધિકાર’’ ‘’મતદાર લોકશાહીનો રાજા’’ ‘’મત આપો લોકશાહીને બચાવો’’ વગેરે જેવા સંદેશ પાઠવ્યા હતા.
અવસર કેમ્પેઇનની ટેગ લાઈન,”અવસર લોકશાહીનો”. આ ટેગલાઈનને સાચા અર્થમાં સાર્થક કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે.અવસર કેમ્પેઈન અંતર્ગત પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર અને નોડલ ઓફિસર પ્રદિપસિંહ રાઠોડ તેમજ નાયબ માહિતી નિયામક વ નોડલ ઓફિસર કુલદીપ પરમાર મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.