Home ગુજરાત ભાજપ દ્વારા પૂર્વ IPS પી.સી. બરંડાની ફરી એક વખત થઇ પસંદગી

ભાજપ દ્વારા પૂર્વ IPS પી.સી. બરંડાની ફરી એક વખત થઇ પસંદગી

37
0

અરવલ્લી જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લી ત્રણ ટર્મથી જિલ્લાની ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે. 30- ભિલોડા બેઠક તો ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. ત્યારે આ ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા માટે ભાજપે કમર કસી છે. 30 ભિલોડા બેઠક એ આદિવાસી રિઝર્વ બેઠક છે. આ બેઠક પર ચાર ટર્મથી કોંગ્રેસના ડૉ. અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. પણ કોરોનાના કારણે તેમનું અવસાન થયું અને ત્યારબાદ આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ જોર લગાવ્યું છે.

આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ભિલોડા બેઠક માટે પૂર્વ આઈપીએસ પી. સી. બરંડાની ફરી એક વખત પસંદગી કરવામાં આવી છે. ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ આઈપીએસ પી. સી. બરંડાની વધુ એક વખત પસંદગી કરી છે. ત્યારે તેઓએ પોતાનું પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દીધું છે. ગામડે-ગામડે મિટિંગો કરીને મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે.

27 વર્ષથી ગાંધીનગરમાં ભાજપ સરકાર છે પણ ભિલોડા બેઠક પર ચાર-ચાર ટર્મથી કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાય છે. જેના કારણે આ વિસ્તારનો વિકાસ રૂંધાય છે માટે આ ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા ઉમેદવાર પી.સી. બરંડાએ મતદારોને વિનંતી કરી છે અને જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોડાસામાં ગાયત્રી મંદિર સામેના વિશ્રામગૃહ પર ટ્રક ફરી વળી, સદનસીબે મોટી જાનહાની ટળી
Next articleકડીમાં ડ્રાઇવરને ઇન્દૌરની ટ્રીપ મારવા માટે મોકલ્યો, ડ્રાઇવર ટ્રક લઈને રફુચક્કર થઈ ગયો