(જી.એન.એસ), તા.૪
રાજધાની દિલ્હીનું કનૉટ પ્લેસ, ઑફિસ માટે જગ્યા લેવાની દ્રષ્ટિએ દુનિયાનું નવમું સૌથી મોંઘુ સ્થળ છે. તેનું વાર્ષિક ભાડુ 105.71 ડોલર પ્રતિ વર્ગફુટ સુધી પહોંચી ગયુ છે. કનોટ પ્લેસમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (સીબીડી) દુનિયાના સૌથી મોંઘા ઑફિસ માર્ટમાં નવમાં સ્થાન પર રહ્યુ છે. સંપત્તિ સલાહકાર કંપની સીબીઆરઇએ આ માહિતી આપી છે.
મુંબઇનું બાન્દ્રા કુર્લા કૉમ્પલેક્સ (બીકેસી)આ મુદ્દામાં 19માં સ્થાન પર રહ્યુ જ્યારે નરીમન પોઇન્ટ 30માં સ્થાન પર છે. વાર્ષિક 264.27 ડોલર પ્રતિ વર્ગફુટના ભાડા સાથે હૉંગકૉંગ (સેન્ટ્રલ) દુનિયાનું સૌથી મોંઘી ઑફિસ સ્પેસ બની ગયુ છે. બીજિંગ ફાયનાન્સ સ્ટ્રીટ અને હોંગકોંગ (કૉવલૂમ) આ યાદીમાં ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે. બીજિંગ આ યાદીમાં ચોથા સ્થાન પર છે. ત્યારબાદ લંડન (વેસ્ટ એન્ડ), ન્યૂયૉર્ક (મિડટાઉન મેનહેટન), ટોક્યો (મારહનોચી, ઓટેમાચી), શંઘાઇ (પુડોન્ગ) અને ત્યારબાદ મોસ્કો દસમા સ્થાન પર રહ્યુ.
સીબીઆરઇના ચેરમેન (ભારત અને દક્ષિણ પૂર્વી એશિયા) અંશુમાન મેગઝીને કહ્યુ કે ભારતના બિઝનેસ રીયલ એસ્ટેટમાં છેલ્લા બે વર્ષથી સતત સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.