દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર સુરક્ષા માટે ચાલી રહેલી “સી વિજીલ” કવાયત દરમિયાન મંદિર સુરક્ષા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં ગુપ્ત રીતે ભીડના સમયે પૂર્વ દરવાજા તરફથી મોક્ષ દ્વાર મારફતે આવેલા એક યુવાનના કબજામાંથી પિસ્તોલ અને 56 સીડી તરફથી સ્વર્ગ દ્વાર વાટે આવેલા એક શખ્સ પાસેથી સુરક્ષા સ્ટાફના ચેકિંગ દરમિયાન છરી મળી આવી હતી.
આથી ફરજ પરના પીઆઈ પી.એ.પરમાર, પીએસઆઈ પ્રજાપતિ અને તેમની ટીમે સતર્કતા બતાવી બંનેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સરડા સમક્ષ રજૂ કર્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષા સ્ટાફની કામગીરીની ચોકસાઈને ચકાસવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા આ વ્યક્તિઓને મોકલીને પિસ્તોલ તથા છરી લઈ જવાની સૂચના આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે ચેકીંગ દરમિયાન પોલીસે ઉપરોક્ત બંને શખ્સોને ઝડપી લીધા હતા. આમ, મંદિર પોલીસની સતર્કતાની મોકડ્રીલમાં ચકાસણી કરતા પોલીસે પોતાની ફરજ પરની સતર્કતા બતાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.