Home ગુજરાત રાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

રાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

285
0

(જી.એન્.એસ), તા.૪
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મિશ્ર વાતાવરણને પગલે ધીમા પગલે સ્વાઈન ફલૂની ગંભીર બિમારીએ દેખા દીધી છે. ત્યારે રાજકોટમાં સારવાર લઈ રહેલા ઉપલેટાના ખારચીયા ગામના વૃધ્ધાએ આજે સવારે ચાલુ સારવારમાં દમ તોડતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે વૃદ્ધાને છ દિવસ પહેલા સ્વાઈન ફલૂની શંકાએ રાજકોટની સિવિલ હોસ્પિટલનાં સ્પેશ્યિલ વોર્ડમાં દાખલ કર્યા હતા. દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર સઘન કરવામાં આવી હતી. પરંતુ તે સારવાર કારગત નિવડી ન હતી. વધુ એક સ્વાઈન ફલૂના પોઝિટીવ દર્દીના મોતથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલ રાજકોટમાં બે પોઝિટીવ દર્દી સારવારમાં હોવાનું તેમજ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રાજકોટ, અમરેલીના મળી કુલ ૭ના સ્વાઈન ફલૂથી મોત નિપજયાંનું સુત્રોએ જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા સહકર્મીની જાતિય સતામણીના કેસમાં IRMAના ડાયરેક્ટર ડોક્ટર નટરાજન કોર્ટમાં હાજર થયા, સાંજે જામીન
Next articleઅજમેર દરગાહના દીવાને PM મોદી સમક્ષ બીફ અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી