(જી.એન.એસ) તા ૪
આણંદઃ ઈરમાના ડાયરેક્ટર આર.સી. નટરાજન સામે તે જ કંપનીમાં કામ કરતી મહિલાએ જાતિય સતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના છ દિવસ પછી આજે સોમવારે નટરાજન આણંદની જિલ્લા કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ આજે તેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસે કેસ સ્ટ્રોંગ કરવા માટે અન્ય મહિલા કર્મચારીઓના પણ નિવેદનો લીધા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે ડાયરેક્ટર તેમને બિભત્સ ઈશારાઓ કરતા હતા અને ઘણી વાર એકલતાનો લાભ લઈ બાથ ભરી લેતા હતા. મહિલાએ જોકે આ બાબતે પહેલા પોતાની કંપનીમાં ફરિયાદ કરી હતી અને કંપનીએ માત્ર કમિટિ રચી હતી પરંતુ કોઈ ન્યાય મહિલાને મળ્યો ન હતો. આખરે મહિલાએ આ ઘટનાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. સોમવારે આ ઘટનાના દિવસો વિત્યા બાદ નટરાજન નાટકિય ઢબે કોર્ટમાં હાજર થયા હતા ત્યાં સાંજે કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.