Home ગુજરાત અમદાવાદમાં ફી નિયમન બીલના ચુસ્તપણે અમલ માટે વાલીઓનું પ્રદર્શન

અમદાવાદમાં ફી નિયમન બીલના ચુસ્તપણે અમલ માટે વાલીઓનું પ્રદર્શન

367
0

જી.એન.એસ), તા.૪
ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલ સ્વ નિર્ભર સ્કૂલ ફી વિધેયકના ચુસ્ત અમલની માંગણી સાથે અને સ્કૂલોમાં લેવાતી બેફામ ફીના વિરોધ માટે વોઇસ ઑફ પેરેન્ટ્સ એસોસીએશન વિરોધ પ્રદર્શન અને ધરણાં કરાયા હતા. સવારે વાઇડ એંગલ થિયેટર પાસે આવેલી આનંદ નિકેતન સ્કૂલ પાસેથી વાલીઓએ ફી નિયમન વિધેયકનો ચુસ્તપણે અમલ કરાવવા માટેના જાગૃતિ અભિયાનનો શંખનાદ કર્યો હતો.
આગળ જઈને 15,000થી વધુ એક રૂપિયો ન આપવાના નિયમનું ચુસ્તપણે પાલન કરવાના હેતુસર આગળના કાર્યક્રમો કરાશે. આનંદ નિકેતન સ્કૂલ બાદ શહેરની અન્ય 15 સ્કૂલોની સામે પણ બીલનું પાલન કરાવવાના હેતુસર વાલીઓ આગેકૂચ કરશે. ગઇકાલે બપોરે વોઇસ ઓફ પેરેન્ટસ એસોસિએશનના વાલીઓએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળીને ઉચ્ચી ફી ઉઘરાવથી સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વાર્ષિક માળખું 15 હજાર રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ગુજરાત વિધાનસભામાં રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયંત્રિત કરતું બીલ પસાર થયું છે તે મુજબ ખાનગી પ્રાથમિક શાળામાં ફી પેટે વાર્ષિક રૂ. 15000, માધ્યમિક શાળાઓમાં વાર્ષિક રૂ. 25,000 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રૂ.27,000 થી વધુની ફી વસૂલી શકશે નહીં. ડોનેશન પણ નહીં લઈ શકે તેવો પણ ઉલ્લેખ આ વિધેયકમાં કરાયો છે.
જો કોઈ શાળા આ નિયમોનો ભંગ કરતા પ્રથમ વખત પકડાશે તો તે શાળાને રૂ. 5 લાખનો દંડ, બીજી વખત પકડાશે તો 10 લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વખત પણ નિયમનો ભંગ કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની દંડાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગી સરકારનો મોટો નિર્ણયઃ ખેડૂતોનું 1 લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત
Next articleમહિલા સહકર્મીની જાતિય સતામણીના કેસમાં IRMAના ડાયરેક્ટર ડોક્ટર નટરાજન કોર્ટમાં હાજર થયા, સાંજે જામીન