Home દેશ - NATIONAL લોકોએ બેંકમાંથી ૨ લાખથી વધુ રોકડ ઉપાડવાનું ટાળ્યું

લોકોએ બેંકમાંથી ૨ લાખથી વધુ રોકડ ઉપાડવાનું ટાળ્યું

311
0

(જી.એન.એસ), તા.૪ સુરત
બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ટેકસ લાગુ પડવા અંગે કોઇ સ્પષ્ટતા નહિ થતાં બેંકો અને ખાતેદારો બંને દ્વિધામાં મુકાયા છે. આ સંજોગોમાં એપ્રિલના આરંભ બાદ પ્રથમ વખત થયેલા બેંક ટ્રાન્ઝેકશનોમાં લોકો બેંકમાંથી રૂપિયા ૨ લાખથી વધુ રોકડ રકમ ઉપાડવાનું ટાળ્યું હતું.
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો પ્રમાણે, સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી કેશ ટ્રાન્ઝેકશન ટેકસની જોગવાઇ બેંકમાંથી રોકડ ઉપાડ પર લાગુ પડે છે કે કેમ? તે અંગે મતમતાંતર છે. ઘણા સીએ તથા ટેકસ એકસપર્ટ્સના મતે જોગવાઇના ડ્રાફિટંગ પ્રમાણે, બેંકમાંથી રૂપિયા ૨ લાખથી વધુના રોકડ ઉપાડ પર આ જોગવાઇ લાગુ પડી શકે છે. જે અંગે તાકીદે સ્પષ્ટતા જરૂરી છે.
આ સંજોગોમાં ૧ એપ્રિલના કલોઝિંગ ડે અને રવિવારની રજા બાદ ૩ એપ્રિલને સોમવારના રોજ ફરી શરૂ થયેલી બેંકોમાં ગૂંચવણભરી સ્થિતિ જોવાઇ હતી. ઘણી બેંકોમાં ખાતેદારોએ કેશ ટ્રાન્ઝેકશ ટેકસને લઇ બેંક પાસે માર્ગદર્શન માગ્યું હતું, પરંતુ બેંકો પાસે પણ માહિતી નહિ હોય, બેંકોએ ખાતેદારોને સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું અને ખાતેદારોને સીધુ સંભળાવી દીધંુ હતું કે, – ‘તમારા નાણાં છે તમારા જોખમે લઇ જાવ’. આ સ્થિતિમાં ખાતેદારો મૂંઝાયા હતા. જેઓ દ્વારા હાલમાં પ્રતિદિન રૂપિયા ૨ લાખથી ઓછી રકમના જ રોકડ ઉપાડના વ્યવહાર કરવાનો અભિગમ અપનાવ્યો છે. જે મુજબ સોમવારે મોટાભાગની બેંકોમાં ખાતેદારોએ રૂપિયા ૨ લાખથી વધુ રકમનો ઉપાડ કરવાનું ટાળ્યું હતું. જો કે, ઘણી બેંકોએ ખાતેદારોને ટેકસ ટ્રાન્ઝેકશન અંગે સમજ પાડી હતી. ઉપરાંત હાલમાં ગૂંચવાડો નહિ ઉકેલાય ત્યાં સુધી મોટી રકમના રોકડ વ્યવહારો ટાળવા જણાવ્યંુ હતું.જયારે કેટલીક બેંકોએ સિસ્ટમમાં જ કેપ મૂકી દઇ રૂપિયા ૨ લાખથી વધુ રકમના રોકડ પેમેન્ટ અટકાવી દીધા હતા. એક બેંક અધિકારીએ જણાવ્યું હતું કે, બેંક ખાતેદારને તેના નાણા આપવા ઇન્કાર કરી શકે નહિ. જો કે, ભવિષ્યમાં કોઇપણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વ્યવહારોની વિગત માગવામાં આવશે તો, તે બેંકોએ આપવી પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article2019ની ચૂંટણીની તૈયારીઃ શાહે 2014માં ગુમાવેલી 120 સીટો પર કેન્દ્રિત કર્યું ધ્યાન
Next articleયોગી સરકારનો મોટો નિર્ણયઃ ખેડૂતોનું 1 લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત