(જી.એન.એસ), તા. ૪ નવી દિલ્હી
અમિત શાહે 2019 લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટનું ફોક્સ 120 સીટો પર છે, અહીંયા 2014 લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર થઈ હતી. આ માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ 6 થી 14 એપ્રિલ સુધી એક કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યા છે.
8 દિવસ ચાલનારા કેમ્પેમાં પાર્ટીના સીનિયર લીડર્સ હિસ્સો લેશે. અમિત શાહ ખુદ હૈદરાબાદ જઈ રહ્યા છે. રાજનાથ સિંહ કોલકાતા (સાઉથ), અરૂણ જેટલી બેંગલુરુ અને નિતિન ગડકરી નિઝામાબાદમાં રહેશે. આ દરમિયાન અનેક પબ્લિક ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરાશે. બીજેપી સાંસદોને પણ એક-એક સીટનો પ્રવાસ કરવાનું કહેવામાં આવ્યું છે. આ કવાયતનો હેતુ 2019માં વધારે સારું પરફોર્મ્નસ કરવાનો છે.
જ્યાં જીતવાની વધારે આશા છે તેવા વિસ્તારો પર હાઈ કમાન દ્વારા વધારે ફોક્સ કરવામાં આવ્યું છે. પાર્ટી 20 વર્ષ બાદ ઓડિશામાં બે દિવસની નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગ કરવા જઈ રહી છે. અહીંયા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હોવાના કારણે આશા વધારે ઉજ્જવળ છે. નરેન્દ્ર મોદીએ એક લિસ્ટ તૈયાર કરીને કોણે શું કરવાનું છે તે જણાવ્યું છે. કેમ્પેનની તારીખ પણ સમજી વિચારીને નક્કી કરવામાં આવી છે. 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિન, છે, જ્યારે 14 એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની એનિવર્સરી છે. પાર્ટી જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, અમે આમ જનતાન સુધી કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પહોંચાડવા માગીએ છીએ. જીએસટી અને તાજેતરમાં વિધાનસભા રાજ્યોમાં મળેલી જીતને પણ જનતા સુધી પહોંચાડાશે. ઉલ્લેખનીય છે કે યાદવ પાસે બિહારનો પણ ચાર્જ છે. તેઓ સ્વયં મધેપુરામાં હાજર રહેશે. તેને લાલુ યાદવનો ગઢ માનવામાં આવે છે.
યુનિયન હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડા ત્રિશુર, સ્મૃતિ ઈરાની અમેઠી અને વીકે સિંહ રાય બરેલીમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની ગત લોકસભામાં ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધી સામે હારી ગયા હતા. વીકે સિંહ રાયબરેલી પહોંચેશે. જે સોનિયા ગાંધીનો લોકસભા વિસ્તાર છે અને તેઓ ત્યાંથી સાંસદ છે. પાર્ટી પ્રેસિડેન્ટ બન્યા બાદ અમિત શાહે અનેક રાજ્યોમાં બીજેપીને જીત અપાવી છે. તેમાં ઓડિશા, વેસ્ટ બંગાળ, કેરળ અને નોર્થ-ઈસ્ટના રાજ્યોનો સમાવેશ થાય છે. હવે આ રાજ્યોમાં શાહે લોકસભાની વધારે સીટો જીતવાની તૈયારી કરી દીધી છે. ન્યૂઝ એજન્સી મુજબ, શાહની આ કોશિશ એટલા માટે મહત્વપૂર્ણ છે કે તેઓ યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2014 જેવો દેખાવ ન પણ કરી શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.