Home મધ્ય ગુજરાત અમદાવાદ કોંગ્રેસના ઉમેદવારો લેમ્બોર્ગી, ઊંટગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા,ભાજપે કર્યો કેસરિયો માહોલ

કોંગ્રેસના ઉમેદવારો લેમ્બોર્ગી, ઊંટગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા,ભાજપે કર્યો કેસરિયો માહોલ

42
0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. અમદાવાદ શહેરની નરોડા, જમાલપુર, નારણપુરા, અસારવા, એલિસબ્રિજ, દરીયાપુર, નિકોલ, વેજલપુર અમરાઈવાડી, મણીનગર, દસ્ક્રોઇ ધંધુકા અને વિરમગામ ના ભાજપ ના ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવશે દરેક વિધાનસભામાં ભાજપના ઉમેદવારો સૌથી પહેલા અને ત્યારબાદ જિલ્લા કલેકટર જિલ્લા પંચાયત ઓફિસ અને મામલતદાર ઓફિસ ખાતે પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી રહ્યા છે.

અમદાવાદની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ આજે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડી લઈ અને કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, ત્યારે હવે મારે ચૂંટણી ફોર્મ ભરવા માટે પણ ઊંટગાડી લઈને આવવું પડે છે. એલિસ બ્રિજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત પોપટલાલ શાહ ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓએ પોતાના મતવિસ્તાર એલિસ બ્રિજ પાલડી સહિતના વોર્ડમાં આવેલી યોજી હતી અને ત્યારબાદ તેઓ સુભાષ બ્રિજ કલેકટર કચેરી પાસે આવેલા બત્રીસી હોલમાં પહોંચ્યા હતા.

12.39ના વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બાપુનગર વિધાનસભાના ઉમેદવાર દિનેશ કુશવાહે પણ પોતાના મધ્યસ્થ કાર્યાલય બાપુનગરથી પોતાના મતવિસ્તારની અંદર રેલી યોજી હતી. ખુલ્લી જીપમાં દિનેશ કુશવાહ સમર્થકો સાથે રેલી લઈને પોતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. દિનેશ કુસ્વાહે પોતાના ખભા ઉપર ભાજપના ખેસ અને ટોપી પહેરેલા બાળકને બેસાડ્યો હતો. કોંગ્રેસના અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ(ધમભાઈ) લેમ્બોર્ગીની ગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમની ગાડી મામલતદાર ઓફિસ બહાર ઉભા રહેતા જ લોકોના જોવા માટે ટોળા વળ્યાં હતા. લોકો તેમની કારને જોવા ટોળે વળ્યાં હતા ત્યારબાદ તેમણે સમર્થકો સાથે મામલતદાર ઓફિસમાં ફોર્મ ભર્યું હતું.

અસારવાના ભાજપના ઉમેદવાર દર્શન વાઘેલા કાર્યકરો સાથે કેસરી સાફામાં ફોર્મ ભરવા જવા કાર્યલાય પરથી રવાના થયા હતા. ખાડિયા જમાલપુર વિધાન સભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે ફોર્મ ભરતા પહેલા જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. આ પહેલા ખાડિયાથી રેલી સાથે ભૂષણ ભટ્ટ ફોર્મ ભરવા નીકળ્યા હતા.જેમાં તેમના સમર્થકો અને કોર્પોરેટ સહિત પૂર્વ એમપી હરીન પાઠક સાથે જોડાયા હતા. જમાલપુર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. જેમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, એઆઈએમઆઈએમના સાબિર કાબલીવાલા અને ભાજપના ભૂષણ ભટ્ટ વચ્ચે જંગ છે. નરોડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણી સાથે મેયર કિરીટ પરમાર અને માયાબેન કોડનાની સહિત કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નરોડાના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની કલેકટર કચેરીએ ભાજપના હાલના ઉમેદવાર પાયલ કુકરાણી સાથે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. માયા કોડનાનીએ જણાવ્યું હતું કે, ડોક્ટર પાયલ ભાજપનો જે પણ વિકાસ છે, તેને આગળ ધપાવશે અને નરોડાની જનતા તેમની સાથે છે. એલિસ બ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ પણ ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. પોતાના સમર્થકો સાથે તેઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અમિત શાહની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા તેમજ તેમના સમર્થકો હાજર રહ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષોના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ બહાર ભેગા થયા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ જિંદાબાદ અને ભાજપના કાર્યકર્તાઓએ દેખો દેખો કૌન આયા એલિસબ્રિજ કા શેર આયા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. અસારવા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા સુભાષ બ્રિજ કલેકટર ઓફિસ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓના ટેકેદારોની સહી વગેરે કલેક્ટર ઓફિસ બહાર આવીને ગાડી ઉપર રાખી અને ફોર્મ ભર્યું હતું. કલેક્ટર ઓફિસ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, ત્યારબાદ કલેક્ટર ઓફિસની બહાર તેઓએ ફોર્મમાં પોતાના ટેકેદારોની સહી બાકી હતી, તે સહી કરાવી હતી.

આમ અસારવાના ઉમેદવારે ફોર્મની પ્રક્રિયા કલેક્ટર ઓફિસની બહાર આવીને પૂરી કરી હતી. ભાજપના અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવાર હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને કાર્યકરો સાથે અપના બજાર પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર અને કાર્યકરો સામે કોંગ્રેસના કાર્યકરોએ નારા લગાવ્યા હતા.દસક્રોઈ બેઠકના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બાબુ જમનાદાસ પટેલ ફોર્મ ભરવા જશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહેશે ફોર્મ ભરવા જશે તેની પહેલા કમોડ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે અને ત્યાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જાહેર સભાને સંબોધશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે બાબુ જમનાદાસ પટેલ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોલીસે જણાવ્યું શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ Google પર શું સર્ચ કરી રહ્યો હતો
Next articleઅમદાવાદમાં બોયફ્રેન્ડે 9 વર્ષ સંબંધો રાખ્યા, ઈન્કાર કર્યો તો આપી ધમકીઓ