(જી.એન.એસ), તા.૩
નવી દિલ્હી. અમેરિકન સરકારના એક રિપોર્ટમાં ભારત પર અનેક મામલાઓમાં હ્યૂમન રાઇટ્સના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. જેમાં ગુજરાતની સોશિયલ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ પર એફઆઈઆર નોંધવા પર અને મધ્ય પ્રદેશમાં 8 સંદિગ્ધ સિમી આતંકવાદીઓના એન્કાઉન્ટરનો ઉલ્લેખ છે.
‘હ્યૂમન રાઇટ્સ પ્રેક્ટિસિસ ઇન ઈન્ડિયા 2016’ના શિર્ષક હેઠળના રિપોર્ટમાં એનજીઓને વિદેશથી મળનારા નાણાકિય સહયોગ પર મનાઈ, મહિલાઓને ટોર્ચર કરવી અને દહેજ સાથે સંકળાયેલા મોતોને દેશના હ્યૂમન રાઈટ પ્રોબ્લેમ્સ તરીકે બતાવવામાં આવ્યા છે.
રિપોર્ટમાં 25 એનજીઓને વિદેશથી મળનારા નાણાકિય સહયોગને રિન્યૂ કરવાનો સરકારે ઇન્કાર કરવાનો પણ ઉલ્લેખ છે. તેમાં સીનિયર લોયર ઈન્દિરા જયસિંહે ‘લોયર્સ ક્લેક્ટિવ’ અને અમેરિકાના કમ્પેશન ઈન્ટરનેશનલના બે પ્રાયમરી પાર્ટનર્સ પણ સામેલ છે. રિપોર્ટ મુજબ અનેક વોલંટરી ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આવી કાર્યવાહીઓથી ભારતમાં કામ કરવાની તેમની કાબેલિયતને લઈને ખતરો ઊભો થયો છે.
રિપોર્ટમાં ફંડ આપનારાઓના પૈસાનો ખોટો ઉપયોગ થવાના મામલામાં સેતલવાડ, તેમના પતિ જાવેદ આનંદ અને કેટલાક બીજા લોકોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવાનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ હ્યૂમન રાઇટ્સના ઉલ્લંઘનની આંતરરાષ્ટ્રીય અને એનજીઓ તરફથી કરવામાં આવેલી તપાસને લઈને સરકારના વલણને બતાવે છે.
રિપોર્ટમાં ભોપાલ સેન્ટ્રલ જેલથી ભાગેલા સિમીના 8 સભ્યોના એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં આ ઘટનાને આર્બિટરિ ડેપ્રિવેશન ઓફ લાઇફ એન્ડ અધર અનલોફુલ ઓર પોલિટિકલી મોટિવેટેડ કિલિગ્સ ટાઇટલવાળા સેક્શનમાં રાખવામાં આવી છે.
રિપોર્ટમાં મધ્ય પ્રદેશના વ્યાપમં ગોટાળા ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેને ભ્રષ્ટાચાર અને સરકારમાં ટ્રાન્સપરન્સી ન હોવા તરીકે દર્શાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મામલામાં 48 લોકોના મોતની સીબીઆઈ તપાસ કરી રહી છે. જેમાં એક જર્નાલિસ્ટના મોતનો કેસ પણ સામેલ છે જેણે આ છેતરપિંડી પર અહેવાલ રજૂ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.