Home ગુજરાત મોરબી દુર્ઘટનામાં નિરાધાર બાળકો માટે રૂ.25 લાખની થાપણ ઉભી કરવાનો અદાણી ફાઉન્ડેશનનો સંકલન

મોરબી દુર્ઘટનામાં નિરાધાર બાળકો માટે રૂ.25 લાખની થાપણ ઉભી કરવાનો અદાણી ફાઉન્ડેશનનો સંકલન

40
0

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત 20 ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે, તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરૂપમાં રૂ.5 કરોડ આપવાની જાહેરાત કરી છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ દુર્ઘટનામાં માતા અને પિતા ગુમાવતા નિરાધાર બન્યા છે અને 12 બાળકો એવા છે જેમને માં-બાપ પૈકી કોઈ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો અને પુલ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કુખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રૂ.25 લાખની થાપણ ઉભી કરવા સંકલન કરી રહ્યું છે.

મચ્છુ નદી પર બાંધવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ ગત તા.30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મૃત્યુ થયા હતા, તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે, મહામુલી જિંદગીનો ભોગ લેનાર કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. સૌથી વધુ ગંભીર ઈજાગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી માતા અથવા પિતા કે પછી માતા-પિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહિ.

ત્યારે નિરાધાર બનેલ બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે સંસ્થા કાર્ય કરી રહ્યું છે. ​​​​​​​અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથે પરામર્શમાં રહીને 20 બાળકો માટે ચોક્કસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડીપોઝીટમાં મુકશે. જેથી તેમની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહેશે.

અદાણી ફાઉન્ડેશનના એકઝીકયુંટીવ ડાયરેક્ટર વસંતભાઈ ગઢવીએ મોરબી જીલ્લા કલેકટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પપત્ર આજે સુપ્રત કર્યો હતો. 1996 માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્થાઓ પૈકી એક છે. જે લોકોના સર્વાંગી ઉત્થાન માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતના 2409 ગામડાઓમાં 3.7 મીલીયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો
Next articleભિલોડાના જનાલી ગામે કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી