(જી.એન.એસ), તા.૩ અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હિંદુત્વનું મોજું શરૂ થઇ ગયું છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ નવમીના દિવસે રાજ્યના 400 અને દેશભરમાં 3 હજારથી વધુ સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં ‘સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો’ના મુખ્ય મુદ્દા સાથે કેન્દ્રની ભાજપ સરકાર સામે આંદોલન છેડાશે. જાણો ના એક્સ્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહે છે હિંદુ નેતા પ્રવિણ તોગડિયા?
હિંદુઓના પ્રશ્નો અંગે ગામડે ગામડે ફરવું ન પડે તે માટે સંમેલનના માધ્યમથી બધાને એક જ સ્થળે એકઠા કર્યા હતા.
રામ નવમીના દિવસે ગુજરાતના 400 સ્થળોએથી રામ નવમીની શોભાયાત્રા નીકળશે. જેમાં મુખ્ય મુદ્દો રહેશે, સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો. આ દિવસે ગુજરાત સહિત દેશના ત્રણ હજાર સ્થળોએ પણ આજ મુદ્દા સાથે શોભાયાત્રા નીકળશે.
વિહિપ દ્વારા વર્ષોથી કાર્યક્રમો ચાલે જ છે. હિંદુઓના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મહિલાઓના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.પ્રવિણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ભાજપનો પ્રશ્ન છે. અમારો નથી. અમે તો હિંદુઓ માટે વર્ષોથી લડી રહ્યાં છીએ.
ઘણા વર્ષો બાદ ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હિંદુ ફર્સ્ટના નામે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વિહિપના ફાયરબ્રાન્ડ નેતા ડૉ. પ્રવિણ તોગડિયા સહિતના આગેવાનોએ હિંદુત્વ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંમેલનમાં સંતો-મહંતો અને હિંદુ નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં હિંદુત્વના નામે મત મેળવવા ભાજપ અને તેના સાથી સંગઠનો દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યાં છે. વિહિપ દ્વારા આગામી સમયમાં પણ હિંદુ ફસ્ટના નામે અનેક કાર્યક્રમોનું કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોદી માટે નાકનો સવાલ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હિંદુત્વના નામે જ જીતવામાં આવશે તેવો માહોલ હાલ ઊભો થઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ વિકાસની સાથે હિંદુત્વના મુદ્દે લડશે. જેના ભાગરૂપે કટ્ટર હિંદુ નેતા તરીકેની છાપ ધરાવતાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક બનાવવામાં આવશે તેવી જાહેરાતા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી. ગુજરાતમાં યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક બનાવવામાં આવશે તેવી જાહેરાત બાદ વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ભાજપનો પ્રશ્ન છે. અમારો નથી. અમે તો હિંદુઓ માટે વર્ષોથી લડી રહ્યાં છીએ.
ગુજરાતમાં 1992ના બાબરી ધ્વંશ બાદ ડૉ. તોગડિયા એક હિંદુ નેતા તરીકે ઊભરી આવ્યા હતા. ત્યાર બાદ 1995ની કેશુભાઇ પટેલની ભાજપની સરકાર સમયે ડૉ. તોગડિયાનો સરકારમાં સારો દબદબો હતો. પરંતુ 2001માં ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા બાદ ડૉ. તોગડિયાનું વર્ચસ્વ ઘટી ગયું હતું. 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની જતાં ગુજરાતમાંથી તેઓ ચાલ્યા જતાં ફરી એકવાર ડૉ. તોગડિયાએ હિંદુત્વની લડત શરૂ કરી હતી. જેમાં તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે સંઘ અને વિહિપ સાથે સંકળાયેલા યોગી આદિત્યનાથની નિમણૂક થતાં તોગડિયાએ ગુજરાતમાંથી હિંદુત્વની લડાઇ શરૂ કરી છે. જેમાં તાજેતરમાં રામમંદિરના મુદ્દે અમદાવાદમાં એક સંમેલન બોલાવીને તેની શરૂઆત કરી છે.
1995માં કેશુભાઇ પટેલની સરકાર સમયે હિંદુ નેતાની છાપ ધરાવનાર તોગડિયાએ 1997માં શંકરસિંહ વાઘેલાની સરકાર આવ્યા બાદ પણ હિંદુત્વનો મુદ્દો ચાલુ રાખતાં એક સમયે મંજુરી વિના સભાની આયોજન કરતાં શંકરસિંહની સરકારે તેમની ધરપકડ કરી હતી. ગુજરાતમાં 2002ના કોમી રમખાણો દરમિયાન પણ તોગડિયાએ હિંદુઓને ટેકો આપીને આ તોફાનોમાં હિંદુઓને થયેલા નુકસાન સામે લડાઇ શરૂ કરી હતી. પરંતુ તે સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હોવાથી તોગડિયાની હિંદુત્વ લાઇન લાંબી ચાલી નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.