(જી.એન.એસ) તા.૩
લખનઉ. મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધૂ અપર્ણા યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર માટે જવાબદાર પોતાના નિકટના લોકોને જણાવ્યા છે. તેઓએ કહ્યું, હાર ઈવીએમમાં ગડબડના કારણે નહીં પરંતુ નિકટના લોકોના કારણે થઈ છે. જો ઈવીએમમાં ગડબડના કારણે આવું થયું હોત તો ચૂંટણી રદ થવી જઈએ. અપર્ણા લખનઉના કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમને બીજેપીના રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા.
અપર્ણા યાદવ રવિવારે લખનઉ કેન્ટમાં એક આભાર સમારંભમાં પહોંચ્યા હતા. તેઓએ કહ્યું- અંગત લોકોથી જ્યારે ઠેસ લાગે છે તો ઘા ખૂબ જ ગંભીર હોય છે. મને સ્વજનોએ જ મોટા ઘાવ આપ્યા છે. અપર્ણા મુજબ, હાર ક્યારેક-ક્યારેક તમને ખૂબ જ શિખવાડી જાય છે. આ હારથી મને પણ તે ચશ્મા મળી ગયા જેનાથી હું પોતીકા અને અન્યોની ઓળખ કરી શકું છું. સાથોસાથ શાયરના અંદાજમાં અપર્ણાએ કહ્યું, ‘મેરી કશ્તી વહાં જાકર ડૂબ ગઈ, જહાં સાહિલ કરીબ થા’.
અપર્ણાએ કહ્યું, તમે લોકો એકવાર મહાભારત વાંચી જાઓ. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથી હતા, તેઓ સંપૂર્ણ ત્રિલોકના સ્વામી હતા. તેઓ જ્યારે અર્જુનના સારથી બનીને સાથ આપી શકતા હતા તો કેન્ટના મોટા નેતા પણ શ્રીકૃષ્ણ બનીને મારો સાથે આપી શકતા હતા. કદાચ મારા નસીબમાં લોહિયાજીની જેમ તે મોટા નામોમાં જોડાવાનું લખેલું છે જે પહેલીવાર હાર્યા બાદ દેશના મોટા નેતા બનીને ઉભર્યા અને તેમનું નામ ઈતિહાસના પાનાઓમાં સ્વર્ણિક અક્ષરોમાં લખાયું. હાર અને જીત જીવનનો ક્રમ છે અને હારથી શીખીને આપણે આગળ વધવાની જરૂર છે.
અપર્ણા યાદવ સપાની ટિકિટ પર લખનઉ કેન્ટ બેઠક પરતી ચૂંટણી લડ્યા હતા. તેમના માટે મુલાયમ સિંહ અને અખિલેશ યાદવે પણ પ્રચાર કર્યો હતો. ડિમ્પલ યાદવ પણ કેમ્પેન કરવા પહોંચ્યા હતા. આટલા પ્રયાસ થવા છતાંય અપર્ણા પોતાની બેઠક ન બચાવી શકી અને બીજેપી ઉમેદવાર રીટા બહુગુણા જોશી લગભગ 34 હજાર વોટથી જીતી ગયા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.