ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ 1ના અધિકારીઓની 102 જગ્યા છે,આ જગ્યામાંથી 64 જગ્યા ખાલી છે.ખાલી પડેલી જગ્યા પર અત્યારે ચાર્જ સોંપવામાં આવ્યો છે.વર્ગ-2ના અધિકારીઓનું વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન આપવાનું બાકી છે. જેના કારણે હજુ સુધી 64 જગ્યાઓ ચાર્જ પર ચલાવવામાં આવી રહી છે. કુલ 102 જગ્યાઓ પૈકી 61 જગ્યાઓ પર વર્ગ-2ના અધિકારીઓને જ પ્રમોશન આપીને તે જગ્યા ભરવાની હોય છે.
વર્ગ -2ના અધિકારીને 8 વર્ષનો અનુભવ હોય અથવા વર્ગ-2ના અધિકારી તરીકે 64 મહિના પુરા થતા હોય તેને વર્ગ-1 તરીકે પ્રમોશન આપી શકાય છે.વર્ગ-2ના અનેક અધિકારીઓને જુલાઈ મહિનામાં ન વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન આપવાની લાયકાત પુરી થઈ ચૂકી છે છતાં હજુ સુધી પ્રમોશન આપવામાં આવ્યા નથી. 64 ખાલી પડેલી જગ્યાઓમાંથી 60 જેટલી જગ્યા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિકઅધિકારીની છે.
આ જગ્યા અત્યારે ચાર્જ પર ચાલી રહી છે તો કેટલીક જગ્યા ખાલી છે.જોકે હવે ચૂંટણી જાહેર થઈ હોવાથી પ્રમોશન કે બદલી નહિ થઈ શકે જેથી હજુ 1 મહિના જેટલો સમય 64 જગ્યાઓ ખાલી રહેશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.