(જી.એન.એસ), તા.૩
ગયા મહિને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદથી યોગી આદિત્યાનાથનો ક્રેઝ જબરદસ્ત વધતો જઇ રહ્યો છે. તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિનીના સભ્ય બનવા માટે લોકોમાં અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગોરખપુર હેડક્વાર્ટરના એક સિનિયર પદાધિકારીએ કહ્યું કે દરરોજ અંદાજે 5000થી વધુ લોકો તેના સભ્ય બનવા માટે અરજી કરી રહ્યાં છે. આની પહેલાં એક મહિનામાં 500 થી 1000ની અરજી જ મળતી હતી. આ હિન્દુત્વવાદી સંગઠનને યોગી આદિત્યનાથે 2002ની સાલમાં સ્થાપના કરી હતી. અત્યાર સુધી યુવા વાહિનીના સભ્ય બના માટે કોઇ નિયમ કે કાયદો નહોતો, જો કે હવે તેના સભ્ય બનવા માટે કેટલાંક દિશા-નિર્દેશ રજૂ કરાયા છે.
વાહિનીના સ્ટેટ ઇન્ચાર્જ પીકે માલ એ રજૂ કરેલ નવી ગાઇડલાઇન પ્રમાણે તેના મતે પહેલાં ઉમેદવારનું બેકગ્રાઉન્ડ તપાસાશે અને વેરિફાઇ કરાશે કે તેમનો કોઇ રાજકીય પાર્ટી માટે ઝુકાવ તો નથી ને અથવા તો ઉમેદવારે એક વર્ષની તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ સર્કુલર તમામ જિલ્લા અને મંડળ એકમોને મોકલી આપ્યા છે અને ચેતવણી આપી છે કે કોઇપણ વ્યક્તિને સભ્ય બનાવતા પહેલાં સંપૂર્ણ સાવધાની રાખવી પડશે. આપને જણાવી દઇએ કે હિન્દુ યુવા વાહિનીમાં એક પણ મહિલા સભ્ય નથી.
સર્કુલરમાં લખ્યું છે કે કેટલાંય લોકો સંગઠનમાં એટલા માટે જોડાવા માંગે છે કે જેથી કરીને તેઓ તેમને બદનામ કરી શકે. આથી ઉમેદવારની સાથે બેકગ્રાઉન્ડની સાથે તેની ગતિવિધિઓ પણ ચકાસાશે. સંગઠન સાથે જોડાયા બાદ નવા સભ્યને ઓછામાં ઓછા છ મહિના સુધી એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં કામ કરવું પડશે, ત્યારબાદ જ તેમને કોઇ પદ મળશે.
અત્યાર સુધી અરજી કરનારને 11 રૂપિયા ફી આપી તરત જ રસીદ અપાતી હતી. આ પ્રક્રિયાને હવે બંધ કરી દેવામાં આવી છે. હવે મેમ્બરશી માટે કોઇ ફી નથી અને માત્ર ઑનલાઇન અરજી જ સ્વીકારાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.