ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત વિવાદોમાં રહેલા ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને આ વર્ષે રીપીટ કર્યા નથી. ભાજપે ટિકિટ ન આપતા રાત્રે કેસરીસિંહ ચૌહાણ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં આમ આદમી પાર્ટીએ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દીધી છે. માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ પાર્ટીએ તેઓની ટિકિટ કાપી કેસરીસિંહને ઉમેદવાર બનાવ્યા છે અને સવારે તેઓ ફોર્મ ભરવા પણ જવાના છે.
ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણને ચાલુ વર્ષે ભાજપે રીપીટ કર્યા નથી. તેમની જગ્યાએ કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપી છે. ભાજપે ટીકીટ ન આપતા કેસરીસિંહ ચૌહાણે રાત્રે ભાજપમાંથી રાજીનામું આપી અને ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દેવામાં આવી છે. કેસરીસિંહ ચૌહાણએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે માતર વિધાનસભાના તમામ મતદારોને વડીલોને જણાવવાનું કે હું કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સવારે ફોર્મ ભરવાનો છું.
એક તરફ આમ આદમી પાર્ટી એ માત્ર વિધાનસભા બેઠક પરથી યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. પરંતુ હવે કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ મહિપતસિંહનું પત્તું આમ આદમી પાર્ટીએ કાપી નાખ્યું છે અને કેસરીસિંહને ત્યાંથી ઉમેદવાર બનાવ્યા છે. આ રીતે ઉમેદવાર બદલાતાની સાથે જ માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાં વિરોધનો સુર ઊઠી શકે છે. ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. સતત વિવાદોમાં રહેલા કેસરીસિંહ ચૌહાણ વર્ષ 2018માં માતાના વસો તાલુકાના લવાલ ગામે સરપંચ મહિપતસિંહ ચૌહાણની ફેટ પકડીને ઝપાઝપી કરી હતી.
ગ્રામજનોની હાજરીમાં સરપંચની ફેટ પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાની સાથે જ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન ઘસી ગયું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચાર કરીને ફરિયાદ કરવા પણ પહોંચ્યા હતા. હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. એલ.સી.બી.એ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 18 પુરુષમિત્રો અને ત્રણ નેપાળી મહિલા સહિત સાત મહિલામિત્રો સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા. જોકે જે તે સમયે ધારાસભ્ય પોતે મંદિરે દર્શન કરવા ગયા હતા અને રિસોર્ટમાં રોકાયા હોવાનું જણાવ્યું હતું.
ચાલુ વર્ષે પણ લીંબાસી વિસ્તારમાં કેસરીસિંહ ચૌહાણના પિતાને કોઈની સાથે ઝઘડો થયો હતો અને તેઓ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી પોલીસે ફરિયાદ થતાની ન સાથે પોલીસ કામ નથી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોતે ધારાસભ્ય તરીકે ભાજપમાંથી રાજીનામું આપવાની વાત થતાં જ તેઓ શાંત બેસી ગયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.