Home ગુજરાત સાબરકાંઠામાં ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠામાં ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

42
0

સાબરકાંઠા એલસીબીની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે છ દિવસ પહેલા બંધ મકાનમાં ચોરી કરનારા ત્રણ આરોપી પૈકી એક આરોપીને હિંમતનગરમાંથી બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. દેસાઇ, સ્ટાફના વિક્રમસિંહ, સનતભાઈ, પ્રકાશભાઈ, વિજયભાઈ , અમૃતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રહર્ષકુમાર, ગોપાલભાઈ કાળાજી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સનતભાઇ તથા ગોપાલભાઇને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ચોરીના નાસતા ફરતા દેવા હરથા ઉર્ફે હરથા પારઘી ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે.

જે બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં બાતમીવાળો ઇસમ ઉભો હતો. જેની પૂછપરછ કરીને તેની ધરપકડ કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યો હતો. ​​​​​​​આ અંગેની વિગત એવી છે કે, 6 દિવસ પહેલા જલારામ મંદિર પાસે રહેતા દિવ્યાંગ ભોગીલાલ સુથારના બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રૂ. 7 હજારની રોકડ સહીત 1 લાખ 11 હજાર 68ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી સીસીટીવી તપાસ કરતા એક બાઈક અને શંકાસ્પદ ત્રણ માણસો જોવા મળ્યા હતા.

તે આધારે જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, હરપાલસિંહ, જ્ઞાનદીપસિંહ અને કલ્પેશકુમાર તપાસમાં હતા. તે દરમિયાન જયેન્દ્રસિંહ અને દિગ્વિજયસિંહને મળેલી બાતમીના આધારે મહાવીરનગરના કેનાલ ફ્રન્ટ નજીક રોડ પર બાઈક સાથે બેસેલા ઇસમ હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે આવેલા ગુરુનાનકનગરમાં રહેતો ધન્નુંસિંગ કપૂરસિંગ સરદાર હતો. જેની અંગ ઝડતી લેતા તેના પાસેથી સોનાની વીંટી, ચાંદીના છડા, રોકડ રકમ રૂ. 3000 મળી આવી હતી. ​​​​​​​​​​​​​​જેને લઈને પુછપરછ કરતા તેને જલારામ મંદિર પાસે બંધ મકાનમાં દહેગામના મિત્ર જુગલસિંગ, બચુસિંગ સરદાર અને તેનો મિત્ર રાજુસિંગ એમ ત્રણેય મળી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

આરોપીઓએ ચોરી કર્યા બાદ ભાગ પાડી દીધા હતા, જેમાં ઝડપાયેલા ઈસમ પાસે ભાગમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ 3000 હજાર મળી રૂ. 30 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે રૂ 50 હજારની બાઈક, એક મોબાઈલ અને ચોરીના સમાન સહિત રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે લઈને બાકીના ફરાર બે લોકોને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક પર ભાજપ દ્વારા દિવ્યેશ અકબરીને ટિકિટ આપી
Next articleવૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!