(જી.એન.એસ),તા.૩
અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા ૨૭ વર્ષીય યુવકની તબિયત લથડતાં ખોખરાના ડો. આનંદ યાદવના આરોગ્ય ક્લિનિકમાં દાખલ કર્યો હતો. દરમિયાનમાં ડોક્ટરે તેને એક સાથે ચાર ઇન્જેક્શનો આપી દેતા તેને રિએક્શન આવતો ઊલટીઓ થઇ હતી અને હાર્ટ બંધ થઇ જતાં તેનું મોત નિપજ્યું હતું. અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડી સોસાયટીના ચાલીમાં રહેતા અને રિક્ષાચાલક હરિસિંગ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર પ્રદીપસિંગ(૨૬)ને છેલ્લા અઢી વર્ષથી સ્વાદુપિંડના રોગથી બીમાર હતો. ગત ૨૪મી માર્ચે સવારે છ વાગ્યે પ્રદીપસિંગને પેટમાં દુઃખાવો થતાં તેને સારવાર માટે ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર કોમ્પલેક્સમાં આવેલા ડો. આનંદ યાદવના આરોગ્ય ક્લિનિકમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે એક સાથે ચાર ઇન્જેક્શન આપી દીધા હતા અને તેને રિએક્શન આવતો ઊલટી થયા બાદ તે બેહોશ થઇ ગયો હતો.
દરમિયાન વધુ સારવાર માટે બીજા દવાખાને લઇ ગયા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગે પોલીસે ડોકટર સામે બેદરકારીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.