દર્દીઓથી ધમધમતી સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો હતો. જેને લઇ મજુરા અને માન દરવાજાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને પગલે ફાયરની ટીમ કામે લાગી ગઈ હતી. જોકે તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર માટેની આ મોકડ્રીલ છે. હોસ્પિટલ અને અન્ય એવી સંવેદનશીલ જગ્યાઓ પર આગ જેવી ઘટના બને તો કઈ રીતે કામગીરી કરવાની હોય છે તે માટે ફાયરને જવાન માટે મોકડ્રીલ યોજાઇ હતી. સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલા ડ્રોમાં સેન્ટરના ઈલેક્ટ્રીક બોર્ડમાંથી ધુમાડા નીકળતા હોવાનો અને આગ લાગતી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો. જેને લઇ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું.
ફાયરના કંટ્રોલ માંથી નજીકના બે મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી. જ્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ આખી આગ ખોટી છે. ફાયરના જવાનો માટે મોકડ્રીલ યોજવામાં આવી છે. મોરબીમાં બનેલી ઘટનામાં ફાયર અધિકારીઓની કામગીરી સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્યારે આ પ્રકારની જો ઘટના બને તો ફાયરના જવાનો તાત્કાલિક પહોંચીને બચાવ કામગીરીમાં લાગી જાય તે માટે કઈ રીતે તૈયાર રહેવું તેની પણ ફાયર જવાનોને ફરી એક વખત તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ફાયર વિભાગના જવાનોની ઈમરજન્સી કામગીરીને લઈ તેમની સ્ટેબિલિટી પણ તપાસવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પણ આગ લાગતી હોય છે.ત્યારે દર્દીઓને આવી સ્થિતિમાંથી કઈ રીતે બચાવવા અને કઈ રીતે ત્વરિત કામગીરી કરવી તે અંગે ફાયરને જવાનોને ફરી એક વખત ટ્રેનિંગ અપાતી હોય તે પ્રકારની કામગીરી સુરતમાં કરવામાં આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોક ડ્રિલ કરવામાં આવી હતી. હોસ્પિટલોમાં આગ લાગે ત્યારે સૌથી વધુ દર્દીઓના જીવનું જોખમ ઊભું થતું હોય છે. આ પ્રકારની ગુજરાતમાં અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આવા સમયમાં ફાયરના જવાનોએ કઈ રીતે કામગીરી કરવી, સાથે સાથે હાજર હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ પણ કઈ રીતે સતર્કતા દાખવી તે અંગે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી.
સુરતના સિવિલ હોસ્પિટલમાં ડ્રોમા સેન્ટર ખાતે યોજાયેલી મોક ડ્રીલ અંગે માહિતી આપતા ફાયર અધિકારી નિલેશ દવેએ જણાવ્યું હતું કે ફાયરના જવાનો માટે આ પ્રકારે જુદી જુદી રીતે અવારનવાર મોકડ્રીલ કરવામાં આવે છે.આ વખતે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાંથી ઈલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાઓ નીકળતા હોવાનો ફાયરમાં કોલ કરવામાં આવ્યો હતો. જેને લઇ સિવિલ હોસ્પિટલની નજીક મજૂરા અને માન દરવાજાના ફાયર સ્ટેશન આવતા હોવાથી બંને ફાયરને કંટ્રોલમાંથી જાણ કરવામાં આવી હતી. ફાયરને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે તેમને આ મોકડ્રિલ વિશે કંઈ જ કહેવામાં આવતું નથી.
જેને લઇ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવા જેવી ઘટનાનો કોલ મળતા જ બે ફાયર ફાઈટર સાથે એમ્બ્યુલન્સ સહિત 10 ફાયર જવાનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મોકડ્રીલ દરમિયાન જે ઈલેક્ટ્રીક બોર્ડ પાસે ધુમાડો નીકળતો હોવાનું કહ્યું હતું ત્યાંથી ફાયર વિભાગ દ્વારા ધુમાડો કરવામાં આવતો હોય છે.અને ફાયર જવાનોની ટીમ ત્યાં પહોંચી ગયા બાદ તેમને ખબર પડે છે કે આ મોકડ્રીલ છે. મોકડ્રીલમાં પણ ફાયરના જવાનોએ ખરેખર આગ લાગી હોય એજ પ્રકારે કામગીરી કરવાની હોય છે. ફાયર અધિકારી નિલેશ દવે વધુમાં જણાવ્યું હતું કે આ મોકડ્રીલમાં આગના ધુમાડા પણ પણ જાતે ઉભા કરાયેલા નકલી હતા અને દર્દીઓ પણ ડમી ઉભા કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સ્ટાફને જ સમજાવીને તેમને દર્દી તરીકે ઉપયોગ કરાયો હતો. ફાયરના જવાનોની ટીમ આવી ત્યારે હોસ્પિટલમાં સૌ પ્રથમ કામગીરી દર્દીઓને રેસ્ક્યુ કરવાની હોય છે. જેને લઇ સૌપ્રથમ ફાયરના જવાનો દ્વારા જે જગ્યાએ ધુમાડો નીકળતો હતો તે વોર્ડમાં રહેલા ડમી દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.તમામને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.ડોક્ટરો પાસે હોસ્પિટલની વિગત લઈ તેમને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં યોજવામાં આવેલી ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલની સાથે સાથે હોસ્પિટલના ડોક્ટરો, સિક્યુરિટી સ્ટાફ, નર્સો, રેસીડેન્ટ ડોક્ટર, સહિતના સ્ટાફને પણ જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરાયા હતા. આ અંગે ફાયર અધિકારી નિલેશ દવેએ જણાવ્યું હતું કે મોકડ્રીલ પૂર્ણ થઈ ગયા બાદ હોસ્પિટલમાં હાજર તમામ સ્ટાફને આવી આગની ઘટના બને ત્યારે ત્વરિત કામગીરી કઈ રીતે કરવી તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં રહેલા આગ ઓલવવાના સાધનોનો તાત્કાલિક કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ પાડવામાં આવી હતી.
હોસ્પિટલમાં રહેલા જુદા જુદા પ્રકારના આગ ઓલવવાના એક્સ્ટ્રીમ મીસરને કઈ રીતે અને કઈ જગ્યાએ આગ લાગે ત્યારે તેનો છંટકાવ કરવો તે સમજાવવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા જો તાત્કાલિક કામગીરી કરી લેવામાં આવે તો મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાતી હોય છે.
જોકે ફાયરની ટીમ તો પહોંચતી જ હોય છે,પરંતુ તે પહેલા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય તો મોટી હોનારત થતી અટકાવી શકાય છે. તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.