સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ અઠવા પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલી બાઈકોમાં અચાનક આગ લાગી હતી. અઠવા પોલીસે ગુનાના કામમાં કબજે કરેલી 10 જેટલી બાઈકમાં રાત્રે આગ ભભૂકી ઊઠી હતી. બાઈકમાં આગ લાગતા રાત્રે અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આગને પગલે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ અઠવા પોલીસ સ્ટેશનની બાજુમાં 10 જેટલી બાઈકમાં આગ લાગી ગઈ હતી.
રાત્રે પોલીસ સ્ટેશનની બાજુમાં રહેલ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. એક બાઈકમાં આગ લાગતા અન્ય 10 બાઈકને ઝપેટમાં લઈ લીધી હતી. રાત્રીએ 10 જેટલી બાઈકમાં એક સાથે આગ લાગતા અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. સુરતના અઠવા પોલીસ મથકની બાજુમાં રહેલ ખુલી જગ્યામાં પાર્ક કરાયેલી જે બાઈકોમાં આગ લાગી ગઈ હતી.તે તમામ બાઈકો પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ માંથી કબજે કરાયેલી હતી.અઠવા પોલીસ દ્વારા જુદા જુદા ગુનાના કામમાં કબજે કરવામાં આવેલી બાઇકો, મોપેડ, કાર અહીં ખુલી જગ્યામાં રાખવામાં આવી છે.
જેમાંથી રાત્રે અચાનક 10 જેટલી બાઈકો સળગી ઊઠી હતી. પોલીસે દારૂ, જુગાર, ચોરી, લૂંટ અને બિનવારસી જેવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયા બાદ કબજે કરાયેલી બાઈકો હતી. બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા જ અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. રાત્રે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પાંચ ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે તો જાણી શકાયું ન હતું. પરંતુ ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુનામાં કામમાં કબજે કરાયેલી બાઇકો લાંબા સમયથી પડી રહી હોવાથી ક્યાંક પેટ્રોલ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
એક બાઈકમાં આગ લાગ્યા બાદ તેની ઝપેટમાં એક સાથે જુદી જુદી 10 જેટલી બાઇકો આવી ગઈ હતી. જેને લઇ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.