Home ગુજરાત સૂરતઃ આજે કામરેજ ચલથાણ રાષ્ટ્રીય ધોરીમાર્ગને સિક્સ લેન બનાવવાનું શરુ, માંડવિયા કરશે...

સૂરતઃ આજે કામરેજ ચલથાણ રાષ્ટ્રીય ધોરીમાર્ગને સિક્સ લેન બનાવવાનું શરુ, માંડવિયા કરશે મુહૂર્ત

413
0

(જી.એન.એસ), તા.૧ સૂરત
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપીંગ, કેમિકલ અને ફર્ટીલાઇઝર, રાજ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા પહેલી એપ્રિલે સૂરત જિલ્લાનો પ્રવાસે ખેડશે. ખાસ તો તેઓ બપોરે ૪ વાગ્યે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ના કામરેજ-ચલથાણ સેકશનને ૬ માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે ૧૬ કિલોમીટર લંબાઇ ધરાવતા આ માર્ગનું કામ રૂા ૨૪૧.૪ કરોડ ટેન્ડર ખર્ચે હાથ ધરાનાર છે. આ માર્ગની વિસ્તૃતિકરણ યોજનામાં કામરેજ ભરૂચ વચ્ચે આવતાં ૪ અકસ્માત સંભવિત ક્રોસિંગ પર ફલાયઓવર બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. જેથી ભવિષ્યમાં અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
આ યોજનાના ખાતમૂહૂર્તનો કાર્યક્રમ ચલથાણ શુગર ફેક્ટરીના પટાંગણમાં યોજાશે.જેમાં સાંસદ પ્રભુ વસાવા, સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબહેન જરદોષ તથા ધારાસભ્યો, સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો હાજર રહેશે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાલે જામનગરમાં વિશ્વકક્ષાની હાફ મેરેથોન : ઇતિહાસ રચાશે
Next articleગુજરાતના ઈન્ચાર્જ DGP પી. પી. પાન્ડેયને હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ