Home ગુજરાત કાલે જામનગરમાં વિશ્વકક્ષાની હાફ મેરેથોન : ઇતિહાસ રચાશે

કાલે જામનગરમાં વિશ્વકક્ષાની હાફ મેરેથોન : ઇતિહાસ રચાશે

440
0

(જી.એન.એસ), તા.૧ જામનગર
જામનગરની રમત ગમત પ્રિય જનતાની આતુરતાનો હવે અંત આવ્યો છે અને ઇન્ટરનેશનલ મેગાઇવેન્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે કેમકે રવિવારે સવારે નગરમાં સૌ પ્રથમ વખત ઇતિહાસ રચાશે. જેમાં દેશ-વિદેશના દોડવીરો જામનગર હાફ મેરેથોન-૨૦૧૭માં રાજમાર્ગો ઉપર દોડશે ત્યારે આ ઐતિહાસિક નઝારો માણવા નગરજનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા પ્રોજેકટ ચેરમેન ધર્મરાજસિંહ એસ. જાડેજાએ જાહેર આમંત્રણ પાઠવીને અનુરોધ કર્યો છે કે દોડવીરોનો ઉત્સાહ વધારવા નગરજનો ઉમટી પડે અને વિશ્વકક્ષાના તથા ઐતિહાસિક પ્રસંગના સહભાગી બને કેમકે તા. ૨જી એપ્રિલે સવારે ૬ વાગ્યાથી યોજાનારી આ મેગા ઇવેન્ટ માટે નિયત થયેલા રૂટ ઉપર દોડવા માટે દોડવીરો થનગની રહ્યા છે. તે સૌને ચીયર અપ કરવાનો અવસર ચુકવા જેવો નથી.
આ ઐતિહાસિક હાફ મેરેથોનમાં વિદેશના રાજ્ય બહારના ભારતભરમાંથી તેમજ જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મળીને દસ હજારથી વધુ દોડવીરો ભાગ લેનારા છે ત્યારે સમગ્ર શહેર મેરેથોનમય બની ગયું છે તથા ઠેર-ઠેર આ ઇવેન્ટ માટે રોમાંચ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે. આ મેગા ઇવેન્ટ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને પ્રોજેકટ ચેરમેન ધર્મરાજસિંહ એસ. જાડેજાના નેજા હેઠળ ફીઝીકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાની ટીમે રાત-દિવસ એક કરી શાનદાર આયોજન કર્યું છે. ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડથી સવારે છ વાગ્યે શરૂ થનાર આ વિશ્વકક્ષાની દોડ એક ઇતિહાસ રચશે. તેમાં બેમત નથી કેમ કે આવું આયોજન જામનગરના આંગણે સૌ પ્રથમ વખત થયું છે. જેમાં ભાગ લેનારા દેશ-વિદેશના દોડવીરો આવી પહોંચતા નગરમાં ઠેર-ઠેર ઉત્તેજના છવાઇ ગઇ છે અને આ અભૂતપૂર્વ દોડ સ્પર્ધાને નિહાળવા સૌ કોઇ થનગની રહ્યા છે. તો બીજી તરફ ૧૦ હજારથી વધુ દોડવીરો પણ ભાગ લેવા થનગની રહ્યા છે. જુદી જુદી કેટેગરીની દોડમાં ભાગ લઇને વિજેતા થનાર દોડવીરોને પુરસ્કાર – પ્રમાણપત્રથી નવાજવામાં આવશે.
૨ કિ.મી.નો રૂટ
૨ કિ.મી.ની દોડ પ્રદર્શન ગ્રાઉન્ડથી એમ.પી.શાહ કોલેજ રોડથી ક્રિકેટ બંગલા ત્યાંથી લાલબંગલા ત્યાંથી ભીડભંજન મંદિરથી ટાઉનહોલ સર્કલને યુ-ટર્ન લઇ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
૩ કિ.મી.નો રૂટ
ત્રણ કિ.મી.ની દોડ પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ થઇ, એમ.પી.શાહ કોલેજ રોડ થઇ, ક્રિકેટ બંગલો ત્યાંથી લાલ બંગલો, ભીડભંજન મંદિર, ટાઉન હોલ સર્કલ, મયુરી ભજીયા હાઉસ, બેડી ગેઇટ, સુપર માર્કેટ કોર્નરનો યુટર્ન લઇ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
૫ કિ.મી.નો રૂટ
પાંચ કિ.મી.ની દોડ પણ પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ કરી સાત રસ્તા સર્કલનો લેફટ ટર્ન લઈ એસ.ટી. બસ સ્ટેન્ડ, જય માતાજી હોટલ, લાખોટા તળાવથી લેફટ ટર્ન લઈ ખંભાળિયા ગેઈટ ત્યાંથી લેફટ ટર્ન લઈ હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, સુપર માર્કેટનો લેફટ ટર્ન લઈ સીધા જ ટાઉનહોલ ત્યાંથી લાલ બંગલો અને ત્યાંથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
૧૦ કિ.મી.નો રૂટ
૧૦ કિ.મી.ની દોડ પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ થઈ સાત રસ્તા સર્કલનો લેફટ ટર્ન લઈ સીધા પવનચક્કી સર્કલ તરફ ત્યાંથી સર્કલનો રાઈટ ટર્ન લઈ અલ્હાબાદ બેંક તરફ ત્યાંથી યુ-ટર્ન લઈ સીધા પવનચક્કી સર્કલનો લેફટ ટર્ન લઈ સાત રસ્તા સર્કલ તરફ ત્યાંથી રાઈટ ટર્ન લઈ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
૨૧ કિ.મી.નો રૂટ
૨૧ કિ.મી.ની હાફ મેરેથોનનો રૂટ પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ થઈ સાત રસ્તા સર્કલથી પવનચક્કી ત્યાંથી લાલપુર ચોકડી યુ-ટર્ન અને લાલપુર ચોકડીથી યુ-ટર્ન અને પવનચક્કી સર્કલથી લેફટ ટર્ન લઇ સાત રસ્તા સર્કલનો લેફટ ટર્ન લઇ રાઇટ ટર્ન દ્વારા સંતોષી માતા મંદિરથી સીધા વેટરનીટી પોલિકિલનીકથી ૩૦૦ મીટર જમણેથી શ્રી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલ ત્યાંથી યુ-ટર્ન લઇ સીધા માન સરોવર એપાર્ટમેન્ટ અને લેફટ ટર્ન લઇ રોડના અંત સુધી ત્યાંથી લેફટ ટર્ન લઇ સીધા જ સાત રસ્તા સર્કલ રાઉન્ડ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
આ વિશ્વકક્ષાની અભૂતપૂર્વ એવી જામનગર હાફ મેરેથોન-૨૦૧૭માં સપોર્ટીંગ પાર્ટનરો આજકાલ દૈનિક, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પોલીસ વિભાગની સુરક્ષા સેતુ ખચે-ખભા મીલાવી સહયોગી બની રહ્યા છે. તો જિલ્લા વહિવટી તંત્રનો પણ અનેરો અને અમૂલ્ય સહયોગ મળી રહ્યો છે. જ્યારે મિડીયા પાર્ટનર નોબત દૈનિક તથા ગુડ ઇવનિંગ દૈનિકનો પણ મહત્વનો સહયોગ મળી રહ્યો છે તેમજ એકંદરે સમગ્ર જામનગરવાસીઓ આ ઇતિહાસ રચનારા અભૂતપૂર્વ અવસરને વધાવવા થનગની રહ્યા છે. તેમજ પ્રોજેકટ ચેરમેન ધર્મરાજસિંહ એસ. જાડેજાના નેજા હેઠળ પીફીની સમગ્ર ટીમ વિશ્વકક્ષાની સૌ પ્રથમ વખત જામનગરમાં યોજાતી દોડને ચાર ચાંદ લગાવવા રાત-દિવસ એક કરીને જહેમત ઉઠાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખાવાના શોખીન ગુજરાતીઓ માટે માંઠા સમાચાર, સરકાર જંકફૂડ ઉપર લગાવશે ફેટ ટેક્સ
Next articleસૂરતઃ આજે કામરેજ ચલથાણ રાષ્ટ્રીય ધોરીમાર્ગને સિક્સ લેન બનાવવાનું શરુ, માંડવિયા કરશે મુહૂર્ત