Home ગુજરાત ખાવાના શોખીન ગુજરાતીઓ માટે માંઠા સમાચાર, સરકાર જંકફૂડ ઉપર લગાવશે ફેટ ટેક્સ

ખાવાના શોખીન ગુજરાતીઓ માટે માંઠા સમાચાર, સરકાર જંકફૂડ ઉપર લગાવશે ફેટ ટેક્સ

603
0

(જી.એન.એસ), તા.૧
ગુજરાતની પ્રજા ખાવામાં વધારે આગળ છે. જેનાકારણે મેદસ્વીતા પણ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વધારે જોવામળે છે. તેવા સંજોગોમાં ગુજરાત સરકારે પ્રજાના સ્વાસ્થ માટે મક્ક બની પગલા લેવાની શરૃઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા જંકફૂડનું વેંચાણ ઘટાડવા માટેજંકફૂડ ટેક્સલાદવાનોનિર્ણય લીધો છે. જંકફૂડ વેંચતા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ પાસેથી ૧૧.૫ ટકા ટેક્સની વસુલાત કરાશે. આ રીતેનો નિર્ણયલેનાર દેશનું પ્રથમ રાજ્ય કેરળ હતું.
ભારતમાં ૨૦૦૭માં થયેલાસર્વે અનુસાર પંજાબ અનેકેરળસૌથી વધારે મેદસ્વીતાનું પ્રમાણ ધરાવે છે. ત્યારે ગુજરાત પણ પહેલા ૧૦માં જ આવે છે. ગુજરાતના ૧૦૦ પૈકી ૧૫.૪ પુરુષો મેદસ્વીતા સાથે ૧૦મા સ્થાને છે. જયારેમહિલાઓ ૧૭.૭ સાથે દેશમાં ૭માં સ્થાને આવે છે. ગુજરાત સરકાર દ્વારા હાલ મહિલાઓ અનેયુવાનોના સ્વાસ્થા માટે પગલા લેવા મક્કમ બની છે. ત્યારે ગતવર્ષે કેરળસરકાર દ્વારા જંકફૂડ ટેક્સ લાદવામાં આવ્યો હતો. તે રીતે આગામીમે મહિનાથી ગુજરાત સરકાર દ્વારા પણ જંકફૂડ ટેક્સલાદવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ પ્રકારનો ટેક્સ લગાવનાર કેરળ દેશનું સર્વપ્રથમ રાજ્ય છે. જ્યારે ગુજરાત બીજું રાજ્ય બનવા જઇ રહ્યું છે. ગુજરાત સરકારજંકફૂડ પર ૧૧.૫ ટકાફેટ ટેક્સ લગાવનાર છે. બ્રાન્ડેડ રેસ્ટોરેન્ટોએ આ ટેક્સચૂકવવો પડશે. જેનાકારણે હવે, પિઝા, બર્ગર, ડોનટ્સજેવાજંકફૂડ ગુજરાતમાં મોંઘા થશે.
ગુજરાતમાં જંકફૂડનો ઉપયોગ ઘટાડવા અને આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી આ ટેકસલગાવાશે. એવી આશા છે કે, ફેટ ટેક્સથીસરકારનેર્વાિષક રૃા. ૫૦ કરોડની આવક થશે.
રાજ્ય સરકારનું આ પગલું મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડચેઇન્સ માટેમોટાફટકા સમાન છે. આ નિર્ણયથીમેકડોનાલ્ડ્સ, પિઝા હટ, યુએસ પિઝા, સબવે અને ડોમિનોઝ જેવીમલ્ટીનેશનલફાસ્ટફૂડ કંપનીઓનેભારેફટકો પડશે.
ડેનમાર્ક, જાપાન અને હંગેરીનોસમાવેશ થાય છે. ડેનમાર્કે ઓક્ટોબર ૨૦૧૧થી બટર, ચીઝ, પિઝા, દૂધ જેવા ઉત્પાદનો પર ફેટ ટેક્સવસૂલવાનું શરૃ કર્યું હતું.જોકે, નવેમ્બર ૨૦૧૨માં તેને હટાવીલેવાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાઃ પારુલ યુનિ.ના પ્રોફેસર કોલેજમાં જોતા હતા પોર્ન, કેવી રીતે પકડાયા? જાણો
Next articleકાલે જામનગરમાં વિશ્વકક્ષાની હાફ મેરેથોન : ઇતિહાસ રચાશે