ભાવનગરના આંગણે યોજાયેલા 551 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. લખાણી પરિવાર દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં 551 નવદંપતીઓને પીએમ મોદીએ આશીર્વાદ આપ્યા હતા. લખાણી પરિવારને આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજના અન્ય લોકોને આ કાર્યમાંથી પ્રેરણા લેવા માટે અપીલ પણ કરી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એવી દીકરીઓ છે જે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. મારૂતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સર્વજ્ઞાતિની 552 દીકરીઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન પિતાતુલ્ય ભાવ સાથે દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું છે.
એ માટે છેલ્લા છ મહિનાથી આયોજન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દીકરીઓને અંદાજે રૂપિયા બે લાખ ઉપરાંતનો કરીયાવર જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ આપવામાં આવશે. જોકે, બે દિવસ પહેલા તમામ 552 દીકરીઓના પરિવારજનો અને વરપક્ષના પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.