(જી.એન.એસ) તા.૧
કોલકાતાની એક મહિલા અનિતા કુમારે ગુરુવાર સાંને કરીયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેમણે જે ઈંડા ખરીદ્યા હતા તે પ્લાસ્ટિકના હતા.
કોલકાતા. ભારતમાં ચીનના નકલી ઈંડા વેચાવાના અહેવાલ પહેલા પણ આવતા હતા પરંતુ પહેલીવાર કોલકોતાના એક દુકાનદારની નકલી ઈંડા વેચવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. કોલકાતાની એક મહિલા અનિતા કુમારે ગુરુવાર સાંને કરીયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેમણે જે ઈંડા ખરીદ્યા હતા તે પ્લાસ્ટિકના હતા.
અનીતા કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું કે જ્યારે તેઓ આ ઈંડાની ઓમલેટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓને લાગ્યું કે તે આર્ટિફિશલ છે. શુક્રવારની સવારે કોલકાતા પોલીસે દુકાનદાર મોહમ્મદ શામિમ અંસારીની ધરપકડ કરી લીધી. અનિતા કુમારે જણાવ્યું કે, ડોક્ટરે મારા દીકરાને રોજ એક ઈંડું ખાવા કહ્યું છે. અમે લોકલ માર્ગેથી મોટી સંખ્યામાં ઈંડા એક સાથે ખરીદી લઈએ છીએ. મેં નોટિસ કર્યું કે મારો દીકરો જ્યારે પણ તે ઈંડા ખાતો તે બીમાર પડી જતો. મને લાગ્યું કે ચોક્કસ ઈંડામાં કંઈક ખરાબી છે. આ ઈંડા ખાઈને મારા દીકરાના શરીર પર ચકામા પડવા લાગ્યા.
અનીતાએ કહ્યું, જ્યારે મેં માચીસ સળગાવી તો ઈંડાની બહારનું કવર પ્લાસ્ટિકની ગંધ સાથે બળવા લાગ્યું. મેં બીજી દુકાનથી ઈંડા ખરીદ્યા અને તેને પેનમાં તળ્યા. તે ઈંડામાં કોઈ ખરાબી નહોતી. ત્યારબાદ મેં તાત્કાલિક કરીયા પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધાવ્યો.
જોકે, દુકાનદાર અંસારીએ એવો દાવો કર્યો છે કે તે હોલસેલ સ્ટોકિસ્ટ પાસેથી જ ઈંડા ખરીદે છે અને તે નકલી ન હોઈ શકે. પોલીસના જણાવ્યા મુજબ, અંસારીએ આંધ્ર પ્રદેશના એક હોલસેલ સ્ટોકિસ્ટ પાસેથી 1.15 લાખ ઈંડા ખરીદ્યા હતા. આરોપીએ કહ્યું કે જો એવું હોય તો બની શકે છે કે હોલસેલ સ્ટોકિસ્ટે ચીનથી ઈંડા ખરીદ્યા હોય. કોલકાતાના મેયર અટિન ઘોષે શુક્રવારે અનેક બજારોમાં જઈને તપાસ શરૂ કરી. દુકાનથી જપ્ત કરાયેલા ઈંડા અને અનીતાના ઘરેમાં રાખેલા ઈંડાને ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
ગયા વર્ષે કેરળમાં ચીનના ચોખા વેચવાના અહેવાલ સામે આવ્યા હતા. તપાસ કરતા માહિતી મળી હતી કે પ્લાસ્ટિકના બનેલા ચોખા મોટી માત્રામાં માર્કેટમાં વેચવામાં આવી રહ્યા હતા. આ ચોખાને બટાકા, મીઠા બટાકા અને પ્લાસ્ટિકને ભેળવીને બનાવવામાં આવતા હતા અને તેને પકાવતા સૂપની ઉપર એક પ્લાસ્ટિકનું લેયર ચઢી જતું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.