Home ગુજરાત યુવકે સ્યુસાઈડ નોટ લખી પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાધો

યુવકે સ્યુસાઈડ નોટ લખી પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાધો

26
0

મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા યુવકને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ગામે રહેતી યુવતી સાથે પ્રેમસંબધ બંધાયા બાદ છેલ્લા કેટલાક સમયથી બન્ને સરલા ગામે મૈત્રી કરારથી સાથે રહેતા હતા. બે દિવસ પહેલા યુવતીનો પતિ તેને લઇ જતા યુવકને લાગી આવતા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી વહેલી સવારે મૂળી પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ઝાલાવાડ પંથકના મૂળી તાલુકાના સરલા ગામનાં યુવકે પ્રેમિકા જતી રહેતા લાગી આવતા પોલીસ સ્ટેશનની અવાવરૂ જગ્યામાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

આ અંગે મૂળી પોલીસ સ્ટેશનેથી મળતી માહીતી મુજબ મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા અમિત દેવજીભાઇ બાવળીયાને જામખંભાળિયા ગામે રહેતી હિરલ નામની એક પરણિત યુવતી સાથે સોશિયલ મીડિયા થકી પરિચય થયા બાદ બન્ને વાતો કરતા હતા અને થોડા સમય પહેલા જ બન્ને મૈત્રી કરાર કરી સરલા ગામમાં સાથે રહેવા માંડ્યા હતા. જાે કે, બે દિવસ પહેલા હિરલ અમિતને છોડીને તેનાં પતિ પાસે જતી રહી હતી. આથી અમિતને લાગી આવતા વહેલી સવારે મૂળી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં આવેલા વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાના પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે લાશનો કબજાે લઇ તપાસ કરતા સુસાઇડ નોટ મળી હતી. જેમાં હિરલનાં કારણે જ આપઘાત કરતો હોવાનું તેમજ મારા પિતાનો જીવ પણ આના કારણે ગયો હોવાનું સાથે અન્ય યુવકોને પણ યુવતિએ ફસાવ્યા હોવાનુ જણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતક યુવક અમિત બાવળીયા પોતાનાં ઘરે સુતા બાદ ઘરેથી કોઇને કહ્યા વગર બાઇક લઇ સવારે નિકળી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં બાઇક મુક્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાં જ કેમ આપઘાત કરવાનુ વિચાર્યુ તેમજ સુસાઇટ નોટ પણ સમય લઇ શાંતિપુર્વક અને કોઇનાં માર્ગદર્શનથી લખી હોવાનું હાલ સમગ્ર ઝાલાવાડ પંથકમાં જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

યુવાન જયારે યુવતીને લાવ્યો હતો ત્યારે તેની તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ તેના ઘરે આવી હતી અને સરા પાસેની એક ફેકટરીમાં લઇ જઇને યુવાનના પિતાની કડક પુછપરછ કરી હતી. પુછપરછ કરતા સમયે જ તેના પિતા બેભાન થઇ ગયા હતા અને એટેક આવતા તેમનુ મોત થયુ હતુ, તેમની લાશનો નહિ સ્વીકાર ન કરાતા દોડધામ મચી હતી. અમે પોલીસ સ્ટેશન અરજી આપવા ગયા હતા. પરંતુ ત્યાં કોઇએ અરજી લીધી ન હતી. આથી મારા ભાઇને લાગી આવ્યુ હતુ. મારા ભાઇના મોત માટે યુવતી વિરૂધ્ધ ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહનીટ્રેપમાં ફસાવવા બે યુવકોનું અપહરણ કરી ૫ લાખની ખંડણી માગી
Next articleમોરબીની ગોઝારી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય પક્ષો દ્વારા કેન્ડલ માર્ચ